બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે સરકાર પર ઇલોન મસ્કના હુમલાનો જવાબ આપ્યો છે. સ્ટારમરે મસ્કનું નામ લીધા વિના એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જેઓ જૂઠ અને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે તેમને પીડિતોમાં કોઈ રસ નથી. તેમને ફક્ત પોતાનામાં જ રસ હોય છે.
પીએમ સ્ટારમરે જણાવ્યું હતું કે, તેઓ 2008 અને 2013ની વચ્ચે પ્રોસિક્યુશન સર્વિસના ડિરેક્ટર હતા. જ્યારે ગ્રુમિંગ ગેંગ સામે પ્રથમ કેસ નોંધવામાં આવ્યો હતો. સ્ટારમરે કહ્યું કે, તેણે જે પણ મામલો ઉઠાવ્યો તે કોર્ટમાં પહોંચ્યો અને પર્યાપ્ત કાર્યવાહી જોઈ.
તાજેતરમાં, ઇલોન મસ્કે ચાઇલ્ડ ગ્રૂમિંગ ગેંગ કેસમાં બ્રિટિશ પીએમની સાથે લેબર પાર્ટી સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે સ્ટારમર તપાસ સમિતિના અધ્યક્ષ હતા, પરંતુ તેમ છતાં તેમની પાસે આરોપીઓ પર કાર્યવાહી કરવાની મંજૂરી નથી.
મસ્કે કહ્યું કે, હવે પીએમ તરીકે પણ સ્ટારમર કવર કરી રહ્યા છે. તેણે બ્રિટનના રાજા ચાર્લ્સને પણ સ્ટારમરને બરતરફ કરવાની અપીલ કરી હતી. દરમિયાન, સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં મસ્કે સ્ટારમરને જેલમાં મોકલવાની પણ માગ કરી હતી.