Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુજરાત વિધાનસભાની 182 બેઠકની ચૂંટણી માટેના ઉમેદવારો ભાજપે જાહેર કરી દીધા છે અને જ્ઞાતિઓના મહત્વનું સંતુલન રાખ્યાની છાપ ઉભી કરવામાં આવી છે ત્યારે વેપાર, ઉદ્યોગ, સામાજીક, રાજકીય સહિતની પ્રવૃત્તિમાં અગ્રેસર અને દેશ-વિદેશમાં કામ ધંધાથી નામના મેળવનાર એવા રઘુવંશી સમાજને ભાજપે માત્ર મતદાર વર્ગમાં ગણીને ઘોર અવગણના કર્યાનો રોષ છલકાયો છે. બીજી તરફ કોંગ્રેસમાં પણ રઘુંવશી નેતાને ટિકિટ ન આપતા વિરોધનો વંટોળ શરુ થયો છે. જ્યાં કોંગ્રેસે હજુ વિધાનસભા 69માં પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી, આ બેઠક માટે મનસુખ કાલરિયા અને ગોપાલ અનડકટ ટિકિટ માટે દાવો કરી રહ્યા છે. ત્યારે આજે રાજકોટ-69ની બેઠક પર દાવો કરનાર કોંગ્રેસ નેતા ગોપાલ અનડકટના સમર્થનમાં અનેકે કાર્યકરોએ બહુમાળી ભવન ખાતે એકત્ર થયા હતા. વિધાનસભાની ટીકીટ ગોપાલને મળે તેવી માંગ સાથે રઘુવંશી સમાજમાંથી પણ કાર્યકરો પહોંચ્યા હતા.