વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ અને ચીનના ડિંગ લિરેન વચ્ચે જોરદાર મુકાબલો જારી છે. બંનેએ મંગળવારે ડ્રો મેચ રમી હતી. ફાઈનલમાં સતત ચોથી ગેમ ડ્રો રહી છે. બંને ખેલાડીઓ વચ્ચેની બીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી ગેમ પણ ડ્રો રહી હતી. ચીનના 32 વર્ષના લિરેન પ્રથમ ગેમ જીત્યા જ્યારે 18 વર્ષના ગુકેશે ત્રીજી ગેમ જીતી.
સાતમી ગેમ દરમિયાન, વ્હાઇટ પીસ સાથે રમતા ગુકેશ મજબૂત સ્થિતિમાં હતો, પરંતુ ચીનના સ્ટારે શાનદાર બચાવ કરીને તેને ડ્રો રમવા માટે મજબૂર કરી દીધો હતો. 72 ચાલ પછી, ગુકેશ એક પ્યાદાથી આગળ હતો. આ ડ્રો ગેમ પછી બંને ખેલાડીઓના સમાન 3.5-3.5 પોઈન્ટ છે. 14 રમતોની મેચમાં 7.5 પોઈન્ટ મેળવનાર પ્રથમ ખેલાડી મેચ જીતશે અને તેને વર્લ્ડ ચેમ્પિયન કહેવામાં આવશે.