Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

તાજેતરમાં સરકારે જાહેર કરેલા કેગના રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં ડોક્ટર, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સીએચસી સેન્ટર, પીએચસી સેન્ટર મંજૂર મહેકમ કરતા ફરજ પરના સ્ટાફની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. જેમાં મેડિકલ કોલેજ વીથ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સંખ્યા 657 હોવી જોઈએ જેની જગ્યાએ હાલમાં 577 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ફરજ બજાવે છે.


સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા ગંભીર બીમારીઓનું નિદાન કરે છે તે ખાતામાં જ 13 ટકાની ઘટ સરકારની આરોગ્ય પ્રત્યેની ગંભીરતાને દર્શાવે છે. આ ઉપરાંત ડોક્ટરોનું મંજૂર મહેકમ 1082 છે તેની સામે 4 ટકાની ઘટ સાથે 1038 ડોક્ટર ફરજ બજાવી રહ્યા છે. જ્યારે 2278 નર્સ માટેનું મહેકમ મંજૂર છે તેની સામે 3 ટકાની ઘટ સાથે 2200 નર્સનો સ્ટાફ હાજર છે. પેરામેડિક્સ સ્ટાફમાં 928 લોકોનો મહેકમ મંજૂર થયેલ છે તેની સામે 893 પેરામેડિક્સ સ્ટાફનો મહેકમ મંજૂર છે.

જ્યારે અમદાવાદ જિલ્લામાં પીએચસી સેન્ટરોમાં પણ મોટાપાયે ડોક્ટર, નર્સ અને પેરામેડિક્સ સ્ટાફની ઘટ જોવા મળી રહી છે. પીએચસી સેન્ટરમાં 40 ડોક્ટર માટેનું મહેકમ મંજૂર છે તેની સામે 32 ડોક્ટર ફરજ પર છે. જ્યારે 29 નર્સ માટે મહેકમ મંજૂર છે તેની સામે એકપણ નર્સ ફરજ પર નથી અને 80 પેરામેડિક્સ સ્ટાફ માટે મહેકમ મંજૂર છે તેની સામે 72 લોકોનો પેરામેડિકલ સ્ટાફ મંજૂર છે.