Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મારામારીની ઘટનામાં સગીર આરોપીનું માથું પકડી વાળ ખેંચીને તેની સાથે અમાનુષી અત્યાચાર કર્યાનો વીડિયો વાયરલ થતા ગાંધીગ્રામ પોલીસે વાળ ખેંચનાર શૈલેષ તેમજ વીડિયો બનાવનાર પોલીસકર્મી પ્રદિપ ડાંગર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રથમ વાળ ખેંચનાર આરોપી શૈલેષની ધરપકડ બાદ આજે ગાંધીગ્રામ પોલીસ દ્વારા સસ્પેન્ડેડ પ્રદીપ ડાંગરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પુછપરછમાં આરોપી પ્રદીપ ડાંગરે અજાણતા વીડિયો ઉતાર્યો હોવાનુ રટણ કર્યું હતું. જયારે વીડિયો વાયરલ કોણે કર્યો તે હજુ બહાર આવ્યું નથી. જેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


ઉલ્લેખનીય છે કે, એક મહિના પછી વીડિયો વાયરલ થતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી અને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી પ્રદીપ ડાંગરની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી સસ્પેન્શનની કાર્યવાહી પણ પોલીસ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવી હતી.