Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઇ-કોમર્સ પ્લેટફોર્મનો વ્યાપ કોરોના મહામારી બાદ ઝડપભેર વધ્યો છે. દેશમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા છેલ્લા બે વર્ષમાં ત્રણ-ચાર ગણી વૃદ્ધિ નોંધાવી છે. ચાલુ વર્ષે તહેવારોની સિઝન દરમિયાન સૌથી વધુ ગ્રોથ ટીયર 2-3માંથી આવ્યો હોવાનું અગ્રણી ઇ-કોમર્સ ફ્લિપકાર્ટના શોપ્સી હેડ કપિલ થીરાનીએ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેઓએ નિર્દેશ કર્યો છે શોપ્સીના પ્લેટફોર્મ પર 65 ટકાથી વધુ હિસ્સો મહિલાઓનો રહ્યો છે.


ગ્રાહકો વધતા તે એક મુખ્ય વિક્રેતા હબ તરીકે પ્લેટફોર્મ ઉભરી આવ્યું છે. ગુજરાત રાજ્યના બધા જ નવા વિક્રેતાઓમાંથી 10 ટકા લોકો તેમના સર્વપ્રથમ વખત ડિઝીટલ કોમર્સ માટે શોપ્સી એક્સપ્લોરિંગ કરી રહ્યા છે અને પ્લેટફોર્મ પર તેઓ ખાસ વેચાણ કરી રહ્યા છે.

ભારતના સૌથી વધુ ઝડપથી વિકસતા વ્યાજબી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર સમગ્ર ભારતના સ્થાનિક આંત્રપ્રિન્યોર્સની પ્રેરણાઓને વેગ મળ્યો છે. હાયપર-વેલ્યૂ પ્લેટફોર્મએ સમગ્ર ભારતના વિક્રેતાઓને સસ્તા, મૂલ્યવર્ધી અને અનુકૂળ ખરીદીનો અનુભવ મેળવવા માગતા લાખો ભારતીયો સુધી પહોંચવા સમર્થ બનાવ્યા છે. સ્થાનિક બિઝનેસ માલિકો માટે એક ઇકોસિસ્ટમ ઉભી કરવાનો તથા ટેકનોલોજી દ્વારા આંત્રપ્રિન્યોરશીપના જુસ્સાને પ્રોત્સાહિત કરવાનો છે.