Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દુનિયાનો મોસ્ટ વોન્ટેડ માનવ તસ્કર કિડાને જેકારિયાસ હાબતેમરિયમ 1 જાન્યુઆરીમાં સુડાનમાં પકડાઇ ગયો છે. તેને પકડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોલીસ ઓપરેશન ચલાવવામાં આવ્યું. જેનું નેતૃત્વ સંયુક્ત અમિરાત UAEએ કર્યું.

કિડાને દુનિયાના ખૂંખાર માનવ તસ્કરોમાંનો એક છે. જેના પર લિબિયા સમેત કેટલાય પૂર્વી આફ્રિકન દેશોના હજારો પ્રવાસીઓને કિડનેપ કરી તેમની સાથે રેપ કરીને તેમને ટોર્ચર કરવાનો આરોપ છે.


ભાઇને હિસાબે પકડાઇ ગયો કિડાને
કિડાનેની ધરપકડ બાદ UAEના એન્ટિ નાર્કોટિક્સ ડાયરેક્ટ્રેટના મંત્રી બ્રિગ સઇદ અબ્દુલ્લાહ અલ સુઆદીએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે કિડાનેની ધરપકડ બાદ માનવ તસ્કરીનો એક મોટો રૂટ ખતમ થઇ જશે. અલ સુઆદીએ બતાવ્યું કે UAE ઘણા સમયથી મની લોન્ડ્રિંગ મામલામાં કિડાનેની તપાસ કરી રહી હતી. તેને પકડવા માટે 9 મહિનીથી પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
ત્યારે ડિસેમ્બરના અંતમાં ઇન્ટરપોલની પ્રવાસી માનવ તસ્કરી યુનિટે તેના લોકોશન સાથે જોડાયેલાં કેટલાંક ઇનપુટ્સ આપ્યાં. આની સાથે-સાથે UAEને એક ગેરકાનૂની ટ્રાન્ઝેક્શનની ખબર પડી. જેણે UAEને કિડાનેના ભાઇ સુધી પહોંચાડી દીધો. ત્યાર બાદ કિડાનેનો ભાઇ જ તેમને દુનિયાના મોસ્ટ વોન્ટેડ માનવ તસ્કર સુધી લઇ ગયો.

આફ્રિકન દેશોમાં જગા-જગાએ યુદ્ધ અને ગરીબીથી તંગ લોકો યુરોપમાં જઇને રોજગારના અવસર શોધે છે. પરંતુ યુરોપમાં તેમને કોઇ કારણસર એન્ટ્રી નથી મળતી. જેના લીધે લોકો મોટા ભાગે કિડાને જેવા માનવ તસ્કરોની ચુંગાલમાં ફસાય છે. કિડાનેનું નેટવર્ક સોમાલિયા, ઇરિટ્રિયા, ઇથિયોપિયા, સુદાન અને લિબિયા સુધી ફેલાયેલું છે. જે તેમને યુરોપ લઇ જવાના બહાને કેમ્પોમાં બંધક બનાવી લેતો હતો. અહીં તે લોકોને જાત-જાતની યાતનાઓ અપાતી. મહિલાઓનો રેપ કરી તેમને ટોર્ચર કરવામાં આવતી.

નેધરલેન્ડ પોલીસે કિડાનેને દુનિયાનો સૌથી ક્રૂર અને કુખ્યાત તસ્કર બતાવ્યો છે. સાથે જ ત્યાંના પ્રોસિક્યુટરે તેના પર 17 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ઇથિયોપિયામાં કિડાનેને સાલ 2020માં રોડ પર જતી વખતે તેના અત્યાચારથી બચી નીકળેલા એક વ્યક્તિએ ઓળખી લીધો. તેની જાણકારી પોલીસને આપી. ફેબ્રુઆરીમાં ઇથિયોપિયાની પોલીસે તેની ધરપકડ કરી. જોકે 2021માં જેલમાં નાખવામાં આવ્યા બાદ એક જ વર્ષમાં તે જેલમાંથી ભાગી છૂટ્યો.