Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

બાંદાથી ફતેહપુર જઈ રહેલી હોડી યમુના નદીમાં ડૂબી ગઈ. હોડીમાં 35 લોકો સવાર હતા. તેમાં 17 લોકો ગુમ થઈ ગયા છે. જ્યારે 15 લોકો તરીને બહાર આવી ગયા છે. ગુરુવારે બપોરે 3 વાગ્યે મહિલાઓ રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે હોડીમાં સવાર થઈને પિયર જઈ રહી હતી. પાણીના ફોર્સને કારણે કમાન તૂટી ગઈ, જેના કારણે હોડી અનિયંત્રિત થઈને ડૂબી ગઈ.

નદીમાં ડૂબી ગયેલા લોકોની તલાશ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હોડી ઊંધી વળવાની ઘટનાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ જિલ્લાધિકારી, DIG, NDRF અને SDRFની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે જવાના નિર્દેશ આપી દીધા છે.

ઘટના સ્થળે પહોંચેલા SP અભિનંદને જણાવ્યું, "હોડીમાં લગભગ 35 લોકો સવાર હતા. જેમાંથી 15 લોકો સુરક્ષિત રીતે તરીને બહાર નીકળી આવ્યા. જ્યારે 17 લોકો હજુ પણ લાપતા છે. 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં એક પુરુષ, એક મહિલા તેમજ તેમનું બાળક એક સામેલ છે."

જ્યારે વચ્ચે પહોંચી ત્યારે તે સંતુલન ગુમાવતા પલટી ગઈ હતી

રક્ષાબંધન પર્વ નિમિત્તે સમગરા ગામથી મહિલાઓ અને ગામના અન્ય લોકો મરકા ઘાટ પહોંચ્યા હતા. યમુના નદી પાર કરીને ફતેહપુર જીલ્લાના અસોથરા ઘાટ જવા માટે હોડીમાં અંદાજે 40 લોકો સવાર હતા. યુમના નદીમાં હોડી જ્યારે વચ્ચે પહોંચી ત્યારે તે સંતુલન ગુમાવતા પલટી ગઈ હતી.

"પ્રવાહમાં ડૂબી ગયા લોકો"
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ હતુ કે "હું અને મારી પત્ની અમારા ગામથી ખાગાએ રાખડી બાંધવા જઈ રહ્યા હતા. તો જ્યારે અમે નદી કિનારે પહોંચ્યા તો ત્યાં એક હોડી હતી. રક્ષાબંધનનો તહેવાર હોવાથી ભારે ભીડ હતી. તે હોડીમાં જોતજોતામાં 40 લોકો બેસીને નીકળી ગયા. કેટલાક લોકોએ તો બાઇક પણ હોડીમાં મૂકી દીધી હતી."

તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે " હોડી જ્યારે નદીની વચ્ચે પહોંચી ત્યારે તે હલવા લાગી. જેનાં કારણે લોકો ડરી ગયા હતા અને લોકો આમથી તેમ જવા લાગ્યા હતા. તેનાથી હોડીની એક સાઇડ પર લોકોની સંખ્યા વધી ગઈ, અને હોડી તેનુ સંતુલન ગુમાવી બેઠી હતી. હોડીમાં બેઠેલા અમુક લોકોને તરતા આવડતુ હતુ, જ્યારે તેમાં બેઠેલી મહિલાઓ અને બાળકોને તરતા આવડતુ ના હોવાથી ડૂબવા લાગ્યા હતા. જોત-જોતામાં તેઓ પ્રવાહામાં જઈને ડૂબવા લાગ્યા હતા. ત્યારે જ વધુ એક હોડી આવી હતી અને લોકોને બચાવવાનું શરૂ કર્યુ હતુ. તે હોડીમાં હું પણ ચડી ગયો હતો. પરંતુ ઘણી મહિલાઓ અને બાળકો ડૂબી ગયા હતા."

પ્રત્યક્ષદર્શીએ કહ્યુ હતુ કે "હોડીમાં 40-50 લોકો સવાર હતા, જેમાંથી 15 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા."

તો વધુ એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ હતુ કે "હું લખનઉથી સમધારા આવ્યો હતો. ત્યાં હું રાખડી બાંધવા જઈ રહ્યો હતો. મને બરૈચી જવું હતુ. હું બાઈકથી જઈ રહ્યો હતો. મેં હોડીમાં મારી બાઈક મુકી દીધી હતી. હવે મારી બાઈક ડૂબી ગઈ છે. હું કોઈ પણ પ્રકારે ડૂબતા બચી ગયો. નદીનો પ્રવાહ વધુ હોવાનાં કારણે હોડીએ સંતુલન ગુમાવ્યુ હતુ અને તે પલટી ગઈ હતી. થોડા લોકો બચી ગયા છે, પરંતુ હજુ ઘણા લોકો બહાર આવી શક્યા નથી."