Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર ICC ટ્રોફી જીતવાની તક ગુમાવી દીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું હતું.

2013 પછી આ 9મી વખત છે જ્યારે ભારતીય ટીમે સેમિફાઇનલ કે ફાઇનલ મેચ હારીને ટાઇટલ જીતવાની તક ગુમાવી હોય.

સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનારી ભારતીય ટીમ મહત્વની મેચમાં અચાનક કેમ ચોક થઈ જાય છે? આ પ્રશ્નનો જવાબ સ્પોર્ટ્સ સાયકોલોજીમાંથી મળે છે. ફાઇનલમાં ભારતીય ટીમ સાથે જે બન્યું તેને રમત અને ખેલાડીઓનું વિશ્લેષણ કરનારા મનોવૈજ્ઞાનિકો દ્વારા નિષ્ફળતાનો ડર કહેવામાં આવે છે. એટલે કે હારનો ડર.

ભારતીય ટીમ આનો શિકાર કેવી રીતે બની તે સમજવા માટે આપણે પહેલા નિષ્ફળતાના ડરને સમજવો પડશે
ફિયર ઓફ ફેલ્યર એક એવી સ્થિતિ છે જેમાં લોકો એવો કોઈ નિર્ણય લેતા નથી જેમાં હારની સંભાવના હોય. તેઓ ન તો નવી વસ્તુઓ અજમાવતા હોય છે અને ન તો જોખમ લેવા માંગતા હોય છે.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. તે સમયે રોહિતે કહ્યું હતું કે જો તે ટોસ જીત્યો હોત તો તેણે પહેલા બેટિંગ કરી હોત. ચેઝ કરનાર ટીમે આ મેદાન પર આ વર્લ્ડ કપની ચારમાંથી ત્રણ મેચ જીતી હતી. રોહિતની માનસિક સ્થિતિ ડિફેન્સીવ હતી અને તે ફાઇનલમાં ચેઝ કરવા માંગતો ન હતો. પાકિસ્તાન સામે આ જ મેદાનમાં ટીમે ચેઝ કરીને મેચ જીતી હતી.

Recommended