જ્યારે કોઈ વ્યક્તિ કમાવવા માટે બીજા દેશમાં જાય ત્યારે તેના સામે સૌથી મોટો પડકાર તે દેશની સંસ્કૃતિ હોય છે. ત્યાંની રહેણીકરણી, ઓળખ, રીત-રિવાઝ, ભાષા તેમજ અન્ય સાંસ્કૃતિક પાસાઓને સમજાવામાં થોડો સમય લાગે છે. આ સિવાય ઘર છોડવાનું પણ દુખ સતાવે છે. આ તમામ કારણોને લીધે પોતાનો દેશ છોડી અમેરિકા સહિત વિશ્વના કોઈપણ ખૂણામાં જતા ભારતીયોને વિવિધ માનસિક બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીયો જ્યારે અમેરિકા જાય છે ત્યારે ત્રણ પ્રકારની માનસિક બીમારીનો સામનો કરવો પડે છે.
પ્રથમ માનસિક સમસ્યા અમેરિકન સંસ્કૃતિમાં કંઈક ઉત્તમ બનવાના પ્રયાસ સાથે જોડાયેલી છે. એશિયન અમેરિકન સમુદાયના મેન્ટલ હેલ્થ પર પુસ્તક લખનાર મનોવિજ્ઞાની જેનીના મતે આ સમસ્યા ‘મોડલ માઈનોરિટી માન્યતા’ને લીધે થાય છે. જે લોકો પર સખત મહેનત અને તે દેશના આજ્ઞાપાલનના મૂલ્યોને અનુસરવા દબાણ કરે છે. આ ઉપરાંત પ્રવાસીઓના સંઘર્ષને ઓછો આંકવામાં આવે છે, જેથી ભારતીય લોકો માનસિક બીમારીનો શિકાર બની રહ્યા છે.
માનસિક સમસ્યા માટે બીજું કારણ ઓળખ ગુમાવવાનો ડર છે. વાસ્તવમાં ઉત્તમ બનવાના પ્રયાસો ક્યારેક નવી વસ્તુઓને અજમાવવામાં અને સ્વંત્રત રહેવામાં અવરોધો ઉભા કરે છે. વાંગના મતે વ્યક્તિએ પોતાની ઓળખનો આદર કરતી વખતે વિચારો પ્રત્યે સ્પષ્ટ રહેવું જોઈએ. એવું વિચારવું અયોગ્ય છે કે નવી વસ્તુઓ અજમાવવાથી આપણી દેશીપણું ખતમ થઈ જશે, એવું બિલકુલ થતું નથી. ત્રીજી સૌથી સામાન્ય માનસિક સમસ્યા એકલતા છે.
વાસ્તવમાં ભારતમાં સાથે રહેવું સામાન્ય બાબત છે. અહીં 3 થી 4 પેઢીઓનું એક જ ઘરમાં રહેવું સામાન્ય બાબત છે. જોકે અમેરિકા એકલા રહેવાની આદત પડી જાય છે. એકલતાનો ભોગ બનવાના કારણે તેમને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.