Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજકોટમાં યુવતીઓ, મહિલાઓ અને સગીરાઓ સલામત ન હોય તેમ વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. મહિલાના ઘરમાં ઘુસી માર મારી લૂંટ કર્યા બાદ, યોગા ટીચરની છેડતી અને મહિલા પોલીસ પર હુમલા બાદ આજે પોપટપરાના યુસુફ નામના રીક્ષા ચાલકે માસુમ બાળકી સાથે અડપલાં કરી હવસખોરી આચરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં મહિલાની ફરિયાદ બાદ પોલીસે તેના વિરૂધ્ધ આઇપીસી કલમ-354 તથા પોક્સો એકટની કલમ-7,8 મુજબ ગુનો દાખલ કરી તેને સકંજામાં લેવા તપાસ તજવીજ હાથ ધરી છે.


મારી બીજા નંબરની દીકરીને સોડા લેવા મોકલી
ફરિયાદ મહિલાએ જણાવ્યું હતું કે, મારે સંતાનમાં ચાર દીકરી તથા એક દીકરો છે. જેમાં સૌથી મોટી દીકરી 11 વર્ષની છે. તેનાથી નાની દીકરી 7.5 વર્ષની છે. ત્રીજા નંબરની દીકરી 6 વર્ષની છે અને સૌથી નાની દીકરી માહી 3 વર્ષની છે. મોટી દીકરી ધોરણ 4માં અભ્યાસ કરે છે અને તેનાથી નાની દીકરી ધોરણ 3માં અભ્યાસ કરે છે. ગઇ કાલ તારીખ 5 ડિસેમ્બર 2022ના રોજ હું મારા ઘરે હતી. આ વખતે બપોરના મને પેટમાં દુ:ખાવો થતાં મેં મારી બીજા નંબરની દીકરીને બપોરના ચારેક વાગ્યા આસપાસ જંકશન મેઇન રોડ પર આવેલા રાજુભાઈના સતનામ પ્રોવીઝન સ્ટોર નામની દુકાને સોડા લેવા મોકલી હતી. મારી દીકરી સોડા લેવા ગઈ હતી પરંતુ મોડું થયું હતું જેથી મેં બહાર નીકળી જોયું પરંતુ ક્યાંય દેખાઈ નહીં જેથી હું ઘરમાં મારો દીકરો રડતો હતો તેથી તેની પાસે ગઈ હતી.