સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટને 75 વર્ષ પૂર્ણ થતા આયોજિત અમૃત મહોત્સવનો આજથી પ્રારંભ થશે. ઉદ્દઘાટન સમયે સવારે 6.30થી 8.30 સુધી મંગળા આરતી, 200 સંત -મહંત, ભક્તો દ્વારા પૂજન, મહાભિષેક, આરતી, સંકીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. બપોરે બે કલાકે ઢેબર રોડ પર ગુરુકુળથી દિવ્ય- ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે. સાંજે 4 કલાકે શોભાયાત્રા સભામંડપમાં પહોંચશે. સાંજે 4 કલાકે વડતાલના ગાદીપીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સંતો- મહંતો હાજર રહેશે.
તેમજ સવારે 10થી 12 ખેડૂતોની હાજરીમાં સેમિનાર થશે. જેમાં રાજ્યપાલ અચાર્ય દેવવ્રતજી ઓછા ખર્ચે વધુ ઉપજ આપતી પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપશે. 450 વીઘામાં પ્રદર્શન, સત્સંગ સભા, યજ્ઞશાળા, ભોજનશાળા વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્રિદિવસીય વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે. 23 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુમુર્જી મહિલાઓને ઓનલાઈન સંબોધન કરશે. તસવીર : પ્રકાશ રાવરાણી
ક્યા દિવસે ક્યો કાર્યક્રમ અને કોણ હાજર રહેશે
23 ડિસેમ્બર : મહિલા ઉત્કર્ષ સેમિનાર સાધ્વી ઋતુંભરાજી, ટેનિસ પ્લેયર ભાવના પટેલ, મિતલ પટેલ, પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ, લેખક જગદીશ ત્રિેવેદી 24 ડિસેમ્બર : સવારે 8.30થી 12.00 કલાકે કથાવાર્તા, વ્યાખ્યાન, કીર્તન તથા સંતો-મહંતોના આશીવર્ચન 24 ડિસેમ્બર : સાંજે 4.00 કલાકે શિક્ષકો માટે સેમિનાર - ગૃહમંત્રી હર્ષ સંઘવી 24 ડિસેમ્બર : રાત્રે 8.00 કલાકે નૃત્ય નાટિકા- સંસદ સભ્ય સુધાંશુ ત્રિવેદી 25 ડિસેમ્બર : સવારે 8.00 કલાકે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન- ડેરી ઉદ્યોગ વિકાસ મંત્રી પરસોતમ રૂપાલા 25 ડિસેમ્બર : બપોરે 3.00 કલાકે ડોક્ટર અને એન્જિનિયર માટે સેમિનાર કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, એસ. સોમનાથજી અને હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. તેજસ પટેલ 26 ડિસેમ્બર : સવારે 8.30 કલાકે વડીલ સ્ત્રી- પુરુષ માટે સેમિનાર- ગવર્નર- કેરળ રાજ્ય આરિફ મોહમ્મદખાન