દુનિયાભરમાં ફેલાવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલા ચીનનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ હવે ધીમો પડી રહ્યો છે. 132 દેશોમાં પહોંચેલા આ પ્રોજેક્ટએ જુદા જુદા કારણોસર પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં પર્યાવરણીય સમસ્યાઓ, ભ્રષ્ટાચાર-કૌભાંડ, પ્રોજેક્ટવાળા દેશોનું આંતરિક રાજકારણ અને શ્રમ કાયદાનું ઉલ્લંઘન સામેલ છે.
તેની સાથે જ દેવાના જાળમાં ફસાવવાની ચીનની નીતિની પોલ ખૂલવી પણ તેમાં સામેલ છે. અનેક દેશો આરોપ મૂકી રહ્યા છે કે ચીન તેના માધ્યમથી તેમના લોકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કબજો ઈચ્છે છે. મોટા દેશોના પ્રોજેક્ટના ખર્ચ પર નજર રાખતી અમેરિકી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ વિલિયમ એન્ડ મેરી અનુસાર ચીનના 35% કામ ઠપ થઈ ગયા છે.
બીજી બાજુ અમેરિકાએ ચીનના આ પ્રોજેક્ટને પડકારવાની શરૂઆત કરી છે. પોતાની યોજનાને અમલમાં લાવવા પહેલા ખુદ બાઈડેન અનેક દેશોની મુલાકાતે જઈ રહ્યા છે. જ્યારે તેમના મંત્રી પણ આફ્રિકા અને દ.પેસિફિક ક્ષેત્રની મુલાકાત લઈ ચૂક્યા છે. ચીનની બીઆરઆઈ 2013માં શરૂ થઈ હતી.