Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ- ઇન્સાફ (પીટીઆઇ) તેમજ તેમના સમર્થકો સામે કાર્યવાહીને લઇને હવે સેનાની અંદર પણ ધીમે ધીમે સવાલ ઊઠવા લાગ્યા છે. હવે સેનાની અંદર પણ પ્રશ્નો થવા લાગ્યા છે. ઇમરાનની ધરપકડ બાદ નવમી મેના દિવસે દેશમાં કેટલીક જગ્યાએ સૈન્ય સ્થળો પર થયેલા હુમલા કોઇ કાવતરાના ભાગ તરીકે તો ન હતા તેવા સવાલ થઇ રહ્યા છે.


ઇમરાનની વધતી જતી લોકપ્રિયતા અને સેના પર તેમના પ્રહારો પર અંકુશ મૂકવા માટે સેનાએ આ હુમલા કરાવ્યા હતા તેવા પ્રશ્ન પણ થવા લાગ્યા છે. કારણ જે પણ હોય સૈન્ય સ્થળો પર પીટીઆઇના સીધા હુમલા બાદ ખતરો હવે સેનાની નજીક આવી ગયો છે.

સેનાપ્રમુખ જનરલ અસીમ મુનીરે સેનાનાં સ્થળોમાં તોડફોડને રોકવામાં નિષ્ફળતા માટે સેનાના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરી છે. લોકોની નારાજગીને દૂર કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. મુનીરે એક લેફ્ટેનન્ટ જનરલ સહિત ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત ત્રણ મેજર જનરલ અને સાત બ્રિગેડિયર સહિત 15 અન્યો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જોકે આના કારણે જનતા અને સેનામાં અસંતોષનું મોજુ શાંત થયું નથી. એક નિષ્ણાતે નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે સેનામાં જુનિયર અધિકારીથી લઇને બ્રિગેડિયર સુધી અસંતોષનું મોજું પ્રવર્તી રહ્યું છે. સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે કાયદાનો ભંગ આ રીતે માર્શલ લાૅ દરમિયાન પણ કરાયો ન હતો.