Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, અમદાવાદ દ્વારા નિકોલમાં યોજાયેલા મહાસંમેલનમાં લેઉવા પટેલ સમાજના ચાર મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સમાજના વિવિધ ક્ષેત્રે લેઉવા પટેલ સમાજના પ્રદાનને યાદ કર્યું હતું.


કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, હું આજે આપના આશીર્વાદ લેવા આવ્યો છે. સાથે પાટીદાર સમાજને અપીલ કરી હતી કે, સમાજના જે દીકરા-દીકરીઓએ તેમના માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય તેઓને સમાજમાં એક રૂપિયાનું પણ ફંડ નહીં લેવાનો અને સ્ટેજ પર નહીં બેસાડવાનો નિર્ણય કરવામાં આવે.

જ્યારે રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ કહ્યું હતું કે, સમાજ અને સુખી અને સંપન્ન બન્યો છે. સોશિયલ મીડિયાના આ યુગમાં આપણા દીકરા-દીકરીને આપણે છૂટછાટ ભલે આપીએ પણ સાથે એ પણ ધ્યાન રાખવું પડશે કે તે આડા રસ્તે ચડી ન જાય.