Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા સફેદ રણમાં હાલ પ્રવાસીઓનો સૈલાબ વધી રહ્યો છે,શાળાઓના પ્રવાસની સાથે અન્ય મુલાકાતીઓ પણ આવી રહ્યા છે તેમજ આગામી ક્રિસમસના તહેવાર અન્વયે વધુ સહેલાણીઓ આવવાની આશાએ પ્રવાસન વિભાગ દ્વારા સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો હોવાનું ભુજ પ્રવાસન વિભાગના આસિ.મેનેજર પ્રિયંકા જોશીએ જણાવ્યું હતું.


સફેદ રણમાં હાલ પ્રવાસીઓનો સૈલાબ વધી રહ્યો
રણપ્રદેશમાં ઊંટ પર ભ્રમણ, કચ્છની સંસ્કૃતિનું દર્શન કરાવતા ભુંગાઓમાં રાત્રિરોકાણ, સંસ્કૃતિના જનજીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનો,સંગીત,ભરતકામ, માટીકલા, ચિત્રકામના ક્ષેત્રમાં સફળ નીવડેલા કારીગરોના કસબનું નિદર્શન સહિતની વસ્તુઓ પ્રવાસીઓને આકર્ષે છે.કચ્છની કલા, સંસ્કૃતિ અને અસ્મિતાના દર્શન થાય છે. અહીની સૂકી હવા સાથે રણની રેતમાં ઉડતી આનંદની લહેરોએ પર્યટકોને રણોત્સવ સાથે આત્મીયતાથી જોડી દેનારી યાદગાર પળો સાબિત થાય છે.સહેલાણીઓની સંખ્યા વધવા લાગતા અગાઉના વર્ષોની જેમ વધુ 4 મનોરંજનના આકર્ષણો શરૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

ગેમ ઝોનના બે ડોમમાં ભુલભુલૈયા સહિતની વિવિધ રમતો
પ્રવાસન વિભાગે જણાવ્યું કે,ધોરડોમાં બાળકો માટે ગેમ ઝોનના બે ડોમ ઉભા કરવામાં આવ્યા છે.જેના સાધનો આવી જતા બે - ત્રણ દિવસમાં તે શરૂ કરવામાં આવશે.પ્રથમ ડોમમાં ફાઇટિંગ,ક્રિકેટ, ટેનિસ,કાર રેસિંગ,બાઇક રેસિંગ,આર્ટ એક્ટિવિટી જ્યારે બીજા ડોમમાં ફ્લેમિંગો,સેલ્ફી પોઈન્ટ, લુડો,ચેસ,મિરર હાઉસ,ગન ગેમ,ઇન્ડો પાર્ક,ભૂલ ભુલૈયાની સાથે ડાન્સિંગના આકર્ષણો છે.ઉપરાંત આઈના મહેલ અને માંડવી બીચના લાઈવ આકર્ષણ પણ મુકાયા છે.