Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઉંમર વધવાની સાથે વડીલોની માનસિકતા પણ ઘરડી થતી જાય છે. તેઓ શારીરિક અને માનસિક રીતે પોતાની જાતને વધારે અશક્ત અને ઉંમરલાયક સમજવા લાગે છે અને નિરસ જીવન પસાર કરે છે. પરંતુ એમ્સ્ટર્ડમમાં અલ્ઝાઈમર એસોસિયેશનની કોન્ફરન્સમાં એક રિસર્ચ પેપરમાં જણાવાયું હતું કે, વૃદ્ધો માટે સ્વયંસેવક સેવા અથવા સામાજિક સેવા કરવાથી તેમની યાદશક્તિ તેમજ મગજની તંદુરસ્તી સારી રહે છે. એટલું જ નહીં માનસિક વિકૃતિઓ પણ દૂર રહે. અલ્ઝાઈમર એસોસિયેશનના ચીફ સાયન્ટિફિક ઓફિસર મારિયા સી. કેરિનું કહેવું છે કે જે વૃદ્ધો સમાજસેવામાં વધુ સક્રિય હોય છે તેમના મગજ વધુ કાર્યશીલ હોય છે. તેમજ કોઇ પણ પ્રકારનું આયોજન કરવું, ધ્યાન કેન્દ્રિત, યાદશક્તિ અને તેમજ વિવિધ પ્રવૃત્તિઓમાં પણ તેઓ વધારે સક્રિય રહે છે.


વૃદ્ધ સેલિયા બાર્બેરેના (67)એ નિવૃત્તિ પછી સેવા આપવાનું નક્કી કર્યું. તે કહે છે કે જો તમારી અંદર સારું દબાણ નહીં હોય તો તમે પોકળ થઈ જશો. તમારે કોઈ સર્જનાત્મક રીતે સંકળાયેલા રહેવું હોવું જોઈએ. બાર્બરેના કહે છે કે નિવૃત્તિ પછી તમે એકલા પડી જાઓ છો, ડિપ્રેશન, ચિંતા કે અનિદ્રા જેવી સમસ્યાઓ ઊભી થતી હોય છે. યાદશક્તિ નબળી પડવા લાગે છે. સ્વયંસેવક સેવા અથવા સામાજિક સેવા જેવાં કાર્યો કરવાથી સ્મરણશક્તિની સાથે સાથે મન સક્રિય અને સ્વસ્થ રહે છે.