Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરાર અંગે સારા સમાચાર મળી શકે છે પરંતુ તેના માટે 27 દેશ સાથે વાટાઘાટો ચાલી રહ્યો છે જેને કારણે મુક્ત વેપાર કરારને અંતિમ તબક્કા સુધી પહોંચવામાં થોડો વિલંબ થઇ શકે છે તેવું કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું. Ficci દ્વારા આયોજીત ટેક્નોટેક્સ ઇવેન્ટ દરમિયાન પીયુષ ગોયલે જણાવ્યું હતું કે અત્યારે EU તેમજ અન્ય બે-ત્રણ દેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઇને વાટાઘાટો ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં તેને લઇને કોઇ સારા સમાચાર મળી શકે છે. જો કે EU સાથે કરારને લઇને થોડો વધુ સમય લાગી શકે છે.


ગત વર્ષે ભારતે ઓસ્ટ્રેલિયા અને UAE સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અત્યારે ભારત યુકે, ઇઝરાયલ અને કેનેડા જેવા દેશો સાથે વાટાઘાટો કરી રહ્યું છે. સરકાર ફિનિશ્ડ ગૂડ્સ સેક્ટર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ જેવી સ્કીમ અંગે વિચારણા કરી રહી છે પરંતુ તે અંગે વધુ માહિતી આપી ન હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારે ટેક્સટાઇલ રિસર્ચ મિશન હેઠળ રૂ.1,400 કરોડની ફાળવણી કરી હોવા છતાં ટેક્સટાઇલ સેક્ટરમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ હેતુ માટે સરકારને માત્ર રૂ.250 કરોડની અરજીઓ મળી છે. ટેક્નિકલ અને ટેક્સટાઇલ બિઝનેસમાં ખૂબ જ અવકાશ રહેલો છે અને ઇન્ડસ્ટ્રીને તેમાં રોકાણ વધારવા માટે અનુરોધ કર્યો હતો. દેશનું માર્કેટ અત્યારના 10-12 ટકાથી પણ ઝડપી ગતિએ વધશે. $22 અબજની ઇન્ડસ્ટ્રી વર્ષ 2047 સુધીમાં $125 અબજ થવાનો લક્ષ્યાંક ધરાવે છે.