મેષઃ-
પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું નિવારણ આવી જવાથી આજે તમે પોતાને તણાવમુક્ત અનુભવ કરશો. આજનું ગ્રહ ગોચર તમારા માટે લાભદાયી પરિસ્થિતિ બનાવી રહ્યું છે. આર્થિક સ્થિતિ સારી રહેશે
નેગેટિવઃ- બાળકોની મિત્રતા અને તેમની ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે. ગુસ્સાની જગ્યાએ સમજદારી અને શાંતિથી પરિસ્થિતિઓને સાચવો. આ સમયે તમારા સંબંધોને વધારે સાચવીને રાખવાની કોશિશ કરો.
વ્યવસાયઃ- વેપારમાં વધારે કામનો ભાર રહી શકે છે.
લવઃ- પતિ-પત્નીના સંબંધો વધારે ગાઢ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- રોકાણને લગતી ગતિવિધિઓમાં આજે વધારે સમય પસાર થશે. અન્ય લોકો પાસેથી મદદ લેવાની જગ્યાએ પોતાની કાર્ય ક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો. આ સમયે ગ્રહ ગોચર તમને દરેક પરિસ્થિતિનો ઉકેલ શોધવાની ક્ષમતા આપી રહ્યું છે.
નેગેટિવઃ- કામ વધારે રહેવાની અસર તમને શારીરિક અને માનસિક રીતે થકવી શકે છે. એટલે તમારા કામમાં અન્ય લોકોનો પણ સહયોગ લો. નજીકના સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થવાથી બચાવો.
વ્યવસાયઃ- વ્યવસાયિક સ્તરે મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ મળી શકે છે.
લવઃ- પતિ-પત્ની એકબીજા સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- કોઈપણ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ જાળવી રાખવો તમારો વિશેષ ગુણ છે. આ સમયે ભાગ્યથી વધારે તમે તમારા કર્મ ઉપર વિશ્વાસ રાખો. કર્મ કરવાથી ભાગ્ય જાતે જ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે.
નેગેટિવઃ- વિદ્યાર્થીઓને કોઈ પ્રોજેક્ટમાં અસફળતા મળવાના કારણે તેમના આત્મબળમાં ઘટાડો આવી શકે છે. માતા-પિતાની જવાબદારી છે કે થોડો સમય બાળકો સાથે પસાર કરે. પોતાના વ્યક્તિગત કાર્યોમાં પણ ધ્યાન આપો.
વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં સહયોગીઓ અને કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહેશે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.
સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે પેટને લગતી થોડી સમસ્યા રહી શકે છે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- તમારા કાર્યોને લગતી નીતિઓ અંગે ફરી વિચાર કરીને તેમાં વધારે સુધાર લાવવામાં સક્ષમ રહેશો. જો કોઈ વારસાગત સંપત્તિને લગતો મામલો ચાલી રહ્યો છે તો તેનો સરળતાથી ઉકેલ મળી શકે છે.
નેગેટિવઃ- વધારે ભાવુકતાથી બચવું તથા કોઈ પાસેથી વધારે આશા ન રાખવી. માતા-પિતા કે કોઈપણ વડીલ વ્યક્તિના માન-સન્માનને ઠેસ પહોંચાડશો નહીં. તેમના આશીર્વાદ અને સલાહનું સન્માન કરો.
વ્યવસાયઃ- વ્યવસાયિક વિકાસ માટે કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ તમારા સંપર્ક સૂત્ર માટે ખૂબ જ લાભદાયી રહેશે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે થાક અને તણાવ હાવી રહી શકે છે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- આ સમયે ભવિષ્યને લગતી કોઈપણ યોજના બનાવશો નહીં, વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. બધા કાર્યોને યોજનાબદ્ધ રીતે કરવાથી સફળતા મળી શકે છે. યુવાઓ માટે આજનો દિવસ ખાસ રહી શકે છે.
નેગેટિવઃ- કોઈ મહત્ત્વપૂર્ણ વસ્તુને ક્યાંક રાખીને ભૂલી જવાથી તણાવ રહેશે. ચિંતા ન કરો, વસ્તુ ઘરમાં જ છે. કોઈ સાથે પણ હળતી-મળતી વખતે તમારા વ્યવહારમાં સોમ્યતા અને શાલીનતા જાળવી રાખવી જરૂરી છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો.
લવઃ- દિવસભર ભાગદોડ કર્યા પછી પરિવારના લોકો સાથે સમય પસાર કરવાથી તાજગી અને સ્ફૂર્તિ મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી સમસ્યાથી રાહત મેળવવા માટે આયુર્વેદનો ઉપયોગ કરો.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- કોઈ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉપર રોકાણ કરવું ભવિષ્ય માટે લાભદાયી રહેશે. એટલે ગંભીરતાથી તમારા કાર્યો ઉપર ધ્યાન આપો. ગ્રહ ગોચર અનુકૂળ છે. તમારી યોજનાઓને યોગ્ય રીતે શરૂ કરવાની જરૂરિયાત છે.
નેગેટિવઃ- ક્યારેક તમારા દેખાડાની પ્રવૃત્તિ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. બધાને સુખી રાખવાના ચક્કરમાં તમે તમારા વ્યક્તિગત કાર્યો સાથે સમજોતો ન કરો. ઉન્નતિ માટે સ્વભાવમાં થોડું સ્વાર્થીપણુ લાવવું જરૂરી છે.
વ્યવસાયઃ- માર્કેટિંગ અને મીડિયાને લગતા વ્યવસાયમાં થોડી નવી સફળતા મળવાની છે.
લવઃ- લગ્ન સંબંધ મધુર રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટીઝના લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- આજની ગ્રહ સ્થિતિ અનુકૂળ બની રહી છે. જો કોઈ વિવાદિત જમીનને લગતો મામલો ચાલી રહ્યો છે તો તેને કોઈની દખલ દ્વારા ઉકેલી શકાય તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને પણ પોતાની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકે છે.
નેગેટિવઃ- નાણાકીય કાર્યોમાં હિસાબ-કિતાબ કરતી સમયે કોઈ પ્રકારની ભૂલ થઈ શકે છે. એટલે વધારે સાવધાન રહો. કોઈના ઉપર વધારે વિશ્વાસ કરવો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં નવા કરાર મળી શકે છે. માર્કેટિંગ તથા પ્રોડક્ટની ક્વોલિટીમાં વધારે ધ્યાન આપવું.
લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધમાં મધુરતા રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- તમારા કોઈ સારા કાર્યના કારણે તમારી યોગ્યતા અને આવડતના ઘર અને સમાજમાં વખાણ થઈ શકે છે. કામ વધારે હોવા છતાં તમે તમારા રસના કાર્યો માટે પણ સમય કાઢી શકશો.
નેગેટિવઃ- નકારાત્મક ગતિવિધિઓ જેમ કે લોટરી, જુગાર, સટ્ટો વગેરેમાં સમય ખરાબ ન કરો. આ સમયે ખૂબ જ નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. કોઇની સાથે ખોટા વિવાદમાં પડવું અપમાનનું કારણ બની શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાય ક્ષેત્રમાં વધારે મહેનત અને સમય લગાવવાની જરૂરિયાત છે.
લવઃ- કામ વધારે હોવાના કારણે લગ્નજીવનમાં વધારે સમય આપી શકશો નહીં.
સ્વાસ્થ્યઃ- થાક અને તણાવના કારણે નબળાઈ અનુભવ થઈ શકે છે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- આજે પરિવાર સાથે જોડાયેલાં થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે છે, જે પોઝિટિવ રહેશે. સામાજિક અને રાજનૈતિક સક્રિયતા વધવાથી તમારી ઓળખ વધશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યને લગતી યોજના પણ બનશે.
નેગેટિવઃ- આખો દિવસ કામ વધારે રહેશે. તેના કારણે થાક અને ચીડિયાપણુ અનુભવ કરી શકો છો. પોતાના ઉપર વધારે જવાબદારી ન લેશો તથા તમારી ક્ષમતા પ્રમાણે જ કામ કરો.
વ્યવસાયઃ- તમારા રાજનૈતિક સંબંધ વ્યવસાયમાં વધારે લાભદાયી સિદ્ધ થઈ શકે છે.
લવઃ- પરિવારમાં પ્રેમનું વાતાવરણ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઈ સમસ્યા વધી શકે છે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- આજે અચાનક જ કોઈ મિત્ર સાથે મુલાકાતની તક મળી શકે છે. એકબીજા સાથે વાર્તાલાપ દ્વારા બંનેની કોઈ સમસ્યાનો ઉકેલ મળી શકે છે. થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાં આજે સુધાર આવી શકે છે.
નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધીને લગતી કોઈ દુઃખદ સૂચના મળવાથી મન નિરાશ રહેશે. તમારું મનોબળ જાળવી રાખો. કોર્ટ કચેરીને લગતા કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય આજે ટાળો તો સારું રહેશે.
વ્યવસાયઃ- વ્યક્તિગત મામલાને કારણે તમે વેપારમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.
લવઃ- પરિવારના લોકો વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને સર્વાઇકલની સમસ્યા વધી શકે છે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ છે. ખાસ કરીને મહિલા વર્ગે પોતાના આત્મવિશ્વાસ અને કાર્ય ક્ષમતા દ્વારા સારી સફળતા મળશે. મોજ મસ્તી અને વૈભવને લગતી ખરીદદારીમાં પણ સુખમય સમય પસાર થઈ શકે છે.
નેગેટિવઃ- તમારા ગુસ્સા ઉપર કાબૂ જાળવી રાખો. તેના કારણે તમે કોઈ પ્રકારની આર્થિક વિષમતામાં પણ ફસાઈ શકો છો. તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓ પ્રત્યે બેદરકારી ન કરો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓથી આજે થોડી રાહત મળી શકે છે.
લવઃ- પતિ-પત્ની એકબીજા પ્રત્યે સહયોગાત્મક વ્યવહાર રાખે.
સ્વાસ્થ્યઃ- નકારાત્મક વિચારોના કારણે તણાવ અને થાક અનુભવ થઈ શકે છે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- આજે તમે ઘરને લગતી તમારી જવાબદારીઓને ખૂબ જ સાદગી અને ગંભીરતાથી પૂર્ણ કરવાની કોશિશ કરશો. જેમાં તમે સફળ પણ થઈ શકો છો. નજીકના સંબંધીઓને ત્યાં ડિનર પર જવાનું આમંત્રણ મળી શકે છે.
નેગેટિવઃ- ઘરની કોઈ કિંમતી વસ્તુ ખરાબ થવાના કારણે મોટો ખર્ચ સામે આવી શકે છે. વાહન કે સંતાનના અભ્યાસને લગતી લોન લેવાની યોજના બની શકે છે. આ સમયે તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખો.
વ્યવસાયઃ- વેપારમાં નવા-નવા પ્રયોગ કરવાથી તમારી કાર્યશૈલીમાં સારું પરિવર્તન આવી શકે છે.
લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી સમસ્યા રહી શકે છે.