Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જો તમે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એપ દ્વારા વારંવાર તમારું બેલેન્સ ચેક કરો છો, તો 1 ઓગસ્ટથી તમને આમ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 1 ઓગસ્ટથી, તમે UPI એપ દ્વારા દિવસમાં 50થી વધુ વખત તમારું બેલેન્સ ચેક કરી શકશો નહીં. આ ફેરફારો વપરાશકર્તાઓ, બેંકો અને વેપારીઓ, દરેક લાગુ થશે.

બેલેન્સ ચેકિંગ લિમિટ: હવે તમે કોઈપણ એક UPI એપથી દિવસમાં 50થી વધુ વખત તમારું બેંક બેલેન્સ ચેક કરી શકશો.
ઓટો-પે વ્યવહારોનો સમય: ઓટો-પે (જેમ કે EMI, સબ્સ્ક્રિપ્શન અથવા બિલ ચુકવણી) હવે દિવસના રેન્ડમ સમયને બદલે નિશ્ચિત સમય સ્લોટમાં થશે.
ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરવાની લિમિટ: જો કોઈ ચુકવણી અટકી જાય, તો તમે તેનું સ્ટેટસ ફક્ત 3 વાર જ ચેક કરી શકો છો, તે પણ દરેક વખતે 90 સેકન્ડના ગેપ સાથે.

NPCI કહે છે કે UPI સિસ્ટમ પર ઘણો ભાર હોય છે, ખાસ કરીને પીક અવર્સ (સવારે 10 થી બપોરે 1 વાગ્યા અને સાંજે 5 થી રાત્રે 9:30 વાગ્યા) દરમિયાન. વારંવાર બેલેન્સ અથવા ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરવાથી સિસ્ટમ ધીમી પડી જાય છે.

તાજેતરમાં, એપ્રિલ અને માર્ચ 2025 માં, UPI માં બે મોટા આઉટેજ (સિસ્ટમ ડાઉન ઘટનાઓ) થયા હતા, જેના કારણે કરોડો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફેરફારો સિસ્ટમને ઝડપી, વિશ્વસનીય અને અવિરત બનાવવાનો પ્રયાસ છે.