ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને તેમની ધરતી પર ક્લિન સ્વીપ કર્યું છે. ભારતે મીરપુર ટેસ્ટ 3 વિકેટથી જીતી છે.
મહત્વપૂર્ણ અવસર પર 42 રનની ઈનિંગ અને 6 વિકેટ લઈ ટીમને જીતાડનાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયા છે. તેમને 18મી વખત ટેસ્ટ મેચની ઈન્ડિવિડ્યુઅલ ટ્રોફી મળી. તેઓ 9 વખત મેન ઓફ ધ મેચ રહ્યા અને આટલી જ વખત મેન ઓફ ધ સિરીઝ પણ રહી ચૂક્યા છે.
અશ્વિને સૌથી વધુ ઈન્ડિવિડ્યુઅલ ટ્રોફી જીતવાના મામલે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ(15), અનિલ કુંબલે (14), અને વિરેન્દ્ર સેહવાગ(13)ને પણ પાછળ છોડ્યા છે. તેઓ માત્ર તેંડુલકર(19)થી પાછળ છે. મીરપુરમાં અશ્વિન સાથે ટીમ ઈન્ડિયાએ પણ ઘણા રેકોર્ડ્સ તોડ્યા. ટીમે એશિયામાં સતત 18મી સિરીઝ જીતી.
ટીમ ઈન્ડિયાએ એશિયામાં સતત 18મી સિરીઝ જીતી. ભારત છેલ્લી વખત 2012-13માં ઇંગ્લેન્ડ સામે આપણી ધરતી પર 2-1થી હાર્યું હતું. ત્યારે બંને ટીમે 4 ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી. જ્યારે શ્રીલંકામાં બે અને બાંગ્લાદેશમાં એક સિરીઝ પોતાને નામ કરી. આ સિવાય ભારતે બાંગ્લાદેશને 7મી સિરીઝ હરાવી. ઈન્ડિયાએ બાંગ્લાદેશ વિરુદ્ધ સતત ત્રીજી સિરીઝ જીતી છે.