Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે મજબૂત શરૂઆત કરી છે. બુધવારે મેચના પહેલા દિવસે ટીમે પ્રથમ ઇનિંગમાં 212 રન બનાવ્યા હતા. ઉપરાંત, 4 દક્ષિણ આફ્રિકાના બેટર્સને પેવેલિયન મોકલ્યા હતા. મિશેલ સ્ટાર્કે 2 વિકેટ, પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે એક-એક વિકેટ લીધી હતી.


લંડનના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં સ્ટમ્પ્સ સુધી સુધી દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટે 43 રન બનાવ્યા હતા. કેપ્ટન ટેમ્બા બાવુમા 3 રન અને ડેવિડ બેડિંગહામ 8 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સ 2 રન, વિઆન મુલ્ડર 6 રન, એડન માર્કરામ શૂન્ય અને રાયન રિકેલ્ટન 16 રન બનાવીને આઉટ થયા હતા.

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 212 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી બ્યુ વેબસ્ટર (72 રન) અને સ્ટીવ સ્મિથ (66 રન)એ અડધી સદી ફટકારી હતી. વિકેટકીપર એલેક્સ કેરી ફક્ત 23 રન બનાવી શક્યો હતો. કાગીસો રબાડાએ 5 વિકેટ લીધી. માર્કો યેન્સનને 3 વિકેટ મળી.