ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં સતત બીજી જીત નોંધાવી. સોમવારે ટીમે દિલ્હી કેપિટલ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં DC 141 રનમાં ઓલઆઉટ થઈ ગયું. RCBએ 16.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
RCBની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 47 બોલમાં 81 રન બનાવ્યા. તેણે ડેની વ્યાટ સાથે 107 રનની ઓપનિંગ ભાગીદારી કરી. જ્યોર્જિયા વેરહામ અને રેણુકા સિંહ ઠાકુરે 3-3 વિકેટ લીધી. દિલ્હી તરફથી જેમીમા રોડ્રિગ્ઝે 34 રન બનાવ્યા.
17મી ઓવરના બીજા બોલ પર રિચા ઘોષે સિક્સર ફટકારી અને ટીમને વિજય અપાવ્યો. તે એલિસ પેરી સાથે 11 રન બનાવી અણનમ રહી. પેરીએ 7 રન બનાવ્યા.
16મી ઓવરમાં RCBએ પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી. શિખા પાંડેએ સ્મૃતિ મંધાનાને કેચ આઉટ કરાવી. મંધાનાએ 47 બોલમાં 81 રન બનાવ્યા. તેણે ઇનિંગ્સમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. તેણે 27 બોલમાં ફિફ્ટી ફટકારી.