Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કેરળના રમતગમત મંત્રી વી. અબ્દુરહિમાને કહ્યું છે કે સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીના નેતૃત્વ હેઠળની આર્જેન્ટિનાની ટીમ ભારત આવશે તે નિશ્ચિત છે. તેમણે કહ્યું કે સ્પોન્સર્સે આ ઇવેન્ટ માટે મેચ ફી પણ જમા કરાવી દીધી છે.


કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આર્જેન્ટિનાની ટીમે ઓક્ટોબર-નવેમ્બરમાં કેરળનો તેનો નિર્ધારિત પ્રવાસ રદ કર્યો છે કારણ કે સ્પોન્સર્સે કરારની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. અબ્દુરહિમાને ગયા વર્ષે નવેમ્બરમાં જાહેરાત કરી હતી કે આર્જેન્ટિનાની ટીમ કેરળનો પ્રવાસ કરશે. એટલું જ નહીં, તે કોચીમાં 2 ફ્રેન્ડલી મેચ પણ રમશે.

લિયોનેલ મેસ્સી 14 વર્ષ પછી ભારતમાં ફ્રેન્ડલી મેચ રમવા આવી શકે છે. આ પહેલા મેસ્સીએ 2011માં ભારતની મુલાકાત લીધી હતી, ત્યારે આર્જેન્ટિનાએ કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં વેનેઝુએલા સામે વર્લ્ડ કપ ક્વોલિફિકેશન મેચ રમી હતી.