Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

IPLને નવો ચેમ્પિયન મળી ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે પ્રથમ ખિતાબ જીત્યો. RCBએ PBKSને 6 રનથી હરાવ્યું. અમદાવાદમાં રમાયેલી ફાઇનલ મેચમાં પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય અને શશાંક સિંહ જેવા અનકેપ્ડ ભારતીય ખેલાડીઓએ પ્રભાવિત કર્યા. આજે એવા ખેલાડીઓની વાત કરીશું, જેઓ IPL 2025માં ચર્ચામાં આવ્યા અને આગામી સમયમાં ભારતીય ટીમમાંથી ડેબ્યૂ કરી શકે છે.

24 વર્ષના ઓપનરને પંજાબે મેગા ઓક્શનમાં 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. પટિયાલા (પંજાબ)ના રહેવાસી પ્રભસિમરન આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર અનકેપ્ડ ભારતીય ખેલાડી છે. તેણે પ્રથમ વખત એક સિઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે.

24 વર્ષના આ યુવા ઓપનરે આ સિઝનમાં પંજાબ તરફથી ડેબ્યૂ કર્યું છે. દિલ્હીના રહેવાસી પ્રિયાંશે ડેબ્યૂ સિઝનમાં સદી ફટકારી છે. પંજાબ કિંગ્સે તેને ગયા વર્ષે મેગા ઓક્શનમાં 3 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ યુવા બેટરે 8 એપ્રિલે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 103 રનની સદીની ઇનિંગ રમી હતી. તે IPL 2025માં 179ના સ્ટ્રાઇક રેટથી 475 રન બનાવી ચૂક્યો છે, જેમાં એક સદી અને બે અડધી સદી સામેલ છે.