સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN)દ્વારા ગ્લોબલ આતંકવાદી જાહેર કર્યા બાદ અબ્દુલ રહેમાન મક્કીએ પાકિસ્તાનની કોટ લખપત જેલમાંથી પોતાનો એક વીડિયો જાહેર કર્યો છે.
મક્કીએ વીડિયામાં કહ્યું કે જે આરોપોમાં તેને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે તે બધા ભારત સરકાર દ્વાર ફેલાવેલી અફવાઓ છે. મક્કીએ કહ્યું કે હું ક્યારેય ઓસામા બિન લાદેન કે અલકાયદાના સુપ્રીમો અયમાન અલ-જવાહિરીને મળ્યો નથી.
ઇસ્લામિક સ્ટેટ અને અલકાયદા સાથે મળેલા હોવાની વાત નકારી
પાકિસ્તાન લશ્કર એ તૈયબાના લીડર અબ્દુલ રહેમાન મક્કીએ આતંકી સંગઠન અલકાયદા અને ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા હોવાનો આરોપોને નકાર્યા. તેણે કહ્યું કે આ બંને આતંકી સંગઠનોની વિચારધારા તેનાથી બિલકુલ અલગ છે. કેટલાય આતંકી હુમલાના આરોપી મક્કીએ એ પણ કહ્યું કે તે અલકાયદા અને ISIS તરફથી કરવામાં આવેલા બધા હુમલાની નિંદા કરે છે.