Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ચીન સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને નાગરિક પ્રહરીઓ દ્વારા સજ્જ કરવા માટે ભારત સરકાર અને સૈન્ય મોટું પગલું ભરવા જઈ રહ્યાં છે. દેશ માટે આંખ-કાન-નાક માનવામાં આવતા સરહદી વિસ્તારોના ગામોને ફરી રહેવા લાયક બનાવવા, અહીંથી સ્થળાંતર રોકવા અને પ્રવાસીઓને સરહદના છેલ્લા ગામની સહેલ કરાવવા માટે 500 ગામોનો ફરી આબાદ કરવાનો નિર્ણય લેવાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22 ઓક્ટોબરે ઉત્તરાખંડમાં કેદારનાથ અને બદ્રીનાથના પ્રવાસ દરમિયાન એલએસીના છેલ્લા ગામ માણા જઈને તેને વાઇબ્રન્ટ વિલેજનો દરજ્જો આપશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન સાથેની વિવાદીત સરહદની આસપાસના આ ગામ લદ્દાખથી લઈને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કીમ અને અરૂણાચ પ્રદેશ સુધી ફેલાયેલા છે. ભારતીય સૈન્ય અને પ્રશાસન આ ગામોને સંયુક્ત રીતે વિકસિત કરશે. ભારતીય સૈન્ય આ ગામોના લોકોનું વિશેષ ધ્યાન રાખશે. ગ્રામજનોને ફરી ગામ છોડવું ન પડે એ માટે તમામ સુવિધાઓ આપવામાં આવશે.

એલએસીના ગામોને નજીકના મોટા શહેરો સાથે રસ્તાથી જોડવામાં આવશે. સાથે જ પ્રવાસન મંત્રાલયની મદદથી ટુરિસ્ટ ફ્રેન્ડલી વાતાવરણ પણ તૈયાર કરવામાં આવશે. સરકારની યોજના મુજબ આ તમામ ગામોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા સરહદ પર નજર રાખવાનું કામ સરળ બની જશે. આ ઉપરાંત એલએસી પર તહેનાત સૈનિકો માટે આ વિસ્તાર વેરાન નહીં રહે. પ્રવાસીઓના આગમનથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત થશે અને આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન મળશે.