Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

2021નું વર્ષ પ્રાઇમરી માર્કેટ માટે સુવર્ણ રહ્યું હતું તેમ 2022નું વર્ષ એસએમઇ આઇપીઓ માર્કેટ માટે સુવર્ણ સાબીત થશે તેવું અનુમાન છે. ઇક્વિટી માર્કેટમાં જંગી વોલેટાલિટી છતાં સ્મોલ અને મિડિયમ સેગમેન્ટની અનેક કંપનીઓ વિસ્તરણના ભાગરૂપે એસએમઇ આઇપીઓની યોજના ઘડી રહ્યાં છે. આગામી સપ્તાહે ચાર કંપનીઓ સરેરાશ 57 કરોડથી વધુનું ફંડ એસએમઇ આઇપીઓ દ્વારા એકત્ર કરશે. મેઇન બોર્ડમાં આઇપીઓની સંખ્યા નહિંવત્ રહેવાના કારણે રોકાણકારો એસએમઇ તરફ ડાયવર્ટ થયા છે.


અત્યાર સુધીમાં રજૂ થયેલા આઇપીઓમાં 80-85 ટકા આઇપીઓ ઓવર સબસ્ક્રાઇબ થયા હોવાનું જાણકારોનું કહેવું છે. 2022માં અત્યાર સુધીમાં ગુજરાતની સરેરાશ 20-25 કંપનીઓએ SME આઇપીઓ દ્વારા અંદાજે 500 કરોડથી વધુનું ફંડ એકત્ર કર્યું છે. માત્ર ફંડ એકત્ર કરવા માટે જ નહિં વાસ્તવિક વિસ્તરણની યોજના શરૂ કરી છે.

એસએમઇ આઇપીઓમાં રોકાણકારોને પણ આકર્ષક વળતર પણ આપ્યું છે. અમદાવાદમાંથી વધુને વધુ એસએમઈ આઈપીઓ મારફત માર્કેટમાંથી ફંડ મેળવવાની સાથે માર્કેટમાં લિસ્ટિંગ કરાવવાની યોજના બનાવી રહી છે. એસએમઇ આઇપીઓમાં લઘુત્તમ 1 લાખથી વધુનું રોકાણ રોકાણકારો કરી શકે છે.