તુર્કી અને સીરિયામાં 14 દિવસ પછી ફરી એકવાર સોમવારે રાતે 8.04 વાગે ભૂકંપના ઝટકાનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 6.4 રહી. ભૂકંપનું કેન્દ્ર અંતાક્યા ક્ષેત્રનું હતાય શહેર હતું. ભૂકંપની ઊંડાઈ 2 કિલોમીટર સુધી રહી હતી. ભૂકંપ આવ્યા પછી આફ્ટક શોક્સની તીવ્રતા 3.4 થી 5.8 રહી. જેના લીધે 3 લોકોના મોત થયા છે અને 294 લોકો ઘાયલ થઈ ગયા છે.
તુર્કી-સીરિયા બોર્ડર વિસ્તારમાં 68 કલાકમાં 11 ભૂકંપ આવ્યા છે. તુર્કીની અનાદોલુ સમાચાર એજન્સીના સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણ જગ્યાએ બચાવ કાર્ય શરૂ છે. સોમવારના ભૂકંપના આંચકા લેબેનોન, ઈઝરાઇલ અને સાયપ્રસમાં પણ અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા પ્રમાણે, હજુ વધુ આફ્ટરશોક્સનો સામનો કરવો પડી શકે છે.