ઈટાલીના મિલાનમાં ગુરુવારે મોટો વિસ્ફોટ થયો. પોલીસે જણાવ્યું કે કેટલાક વાહનોમાં આગ લાગી છે. પોલીસના જણાવ્યા અનુસાર - આ બ્લાસ્ટ એક વાનમાં થયો હતો. વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. ઘટનાની તપાસ ચાલી રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે બ્લાસ્ટમાં કયા પ્રકારનું નુકસાન થયું છે. દૂરથી આગ અને ધુમાડો જોવા મળે છે.
ઈટાલીના અખબાર 'લા રિપબ્લિકા'ની વેબસાઈટ અનુસાર - જે વાનમાં વિસ્ફોટ થયો તેમાં કેટલાક ગેસ સિલિન્ડર ડિલિવરી માટે રાખવામાં આવ્યા હતા. આ વાનને પાર્કિંગમાં લઈ જવામાં આવી રહી હતી, તે દરમિયાન સિલિન્ડરમાં વિસ્ફોટ થયો. હાલ એક વ્યક્તિ ઘાયલ હોવાની માહિતી મળી છે. નજીકની એક શાળા અને નર્સિંગ હોમને ખાલી કરાવવામાં આવી છે. ચાર કારમાં આગ લાગી હતી, તેના પર કાબૂમાં મેળવવામાં આવ્યો છે.
જર્મનીમાં પણ મોટો બ્લાસ્ટ, 10 લોકો ઘાયલ
જર્મનીના રેટિન્જન શહેરમાં ગુરુવારે બપોરે એક રહેણાંક મકાનમાં વિસ્ફોટ થયો હતો. આમાં 10 લોકો ઘાયલ થયાના સમાચાર છે. પોલીસના જણાવ્યા મુજબ - વિસ્ફોટમાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે કયા કારણોસર વિસ્ફોટ થયો છે.