અંધકારને હંમેશા દુષ્ટતા સાથે સંકળવામાં આવ્યો છે. બાળપણથી જ અંધકાર પ્રત્યે આપણ મનમાં ડર બેસાડી દેવાય છે. આ કારણે સાંજ પડતાં જ આપણે આપણી ચારે બાજુ કૃત્રિમ રોશનીથી અજવાળું કરીએ છીએ. નિષ્ણાતોનું કહેવું છે કે કૃત્રિમ પ્રકાશ પર વધતી નિર્ભરતા આપણા શરીર પર ખરાબ અસર પાડે છે.
આપણા શરીરની સર્કેડિયન ટાઈમ- કીપિંગ પ્રણાલી, જે આપણને પર્યાવરણીય પરિવર્તનો સામે પ્રતિક્રિયા આપવાની પરવાનગી આપે છે, સ્વાભાવિક રીતે અંધકાર પ્રત્યે સંવેદનશીલ છે. દિવસ પૂર્ણ થતાં જ આ સર્કેડિયન લય આખા શરીરની ઘડિયાળને ધ્યાન આપવા અને સૂવા માટે પ્રેરિત કરે છે. જેથી શરીરનું તાપમાન, બ્લડપ્રેશર અને હોર્મોન્સમાં ફેરફાર થાય છે. પરંતુ, અંધકારને કારણે મળતાં સંકેતો વિના આ લય ડગમગી શકે છે.
તે મહત્ત્વનું છે કારણ કે સર્કેડિયન ચક્ર દ્વારા નિયંત્રિત સિસ્ટમ ઉંમર વધવા, કોશિકા પ્રસાર, કોશિકા મૃત્યુ, ડીએનએ મરામત અને મેટાબોલિક ફેરફારો સહિત આપણા શારીરિક કાર્યોમાં મોટી ભૂમિકા ભજવે છે. જ્યારે સર્કેડિયન લય ભ્રમિત કે મૂંઝવણમાં મુકાઈ છે તો તેનાથી ડાયાબિટીસ, કેન્સર, સ્થૂળતા કે હૃદયરોગ જેવી સ્થિતિઓ વિકસવાનું જોખમ વધી જાય છે. સર્કેડિયન લયમાં વિક્ષેપને કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટવી અને હાઈ બ્લડપ્રેશર સાથે સ્ટ્રોકનું જોખમ વધે છે. એક રીતે આપણી ભલાઈ માટે અંધકારને નાબૂદ કરવા માટે ચાલતી આ લડાઈ આપણા જીવનમાં તેના મહત્ત્વને અવગણે છે.