લોકોને પ્રાથમિક પરિવહન સેવા આપતું રેલવે તંત્ર પણ હવે યાત્રિકોને સેવા આપવાની સાથે સાથે હવે કમાણીને પણ કેન્દ્રસ્થાને રાખતું હોય તેમ ગૂડ્સ ટ્રેન ચલાવવા માટે રેલવેએ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવતી ચાર સહિત કુલ છ ટ્રેન 25 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રદ કરી છે. આટલા દિવસો સુધી પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવતા એકસાથે મોટી સંખ્યામાં યાત્રિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. જામનગર-વડોદરા ઇન્ટરસિટી અને વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનો થોડા દિવસો માટે રદ કરી છે.
ટ્રેન નં 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ 25 ફેબ્રુઆરીથી 03 માર્ચ સુધી રદ કરી છે. ટ્રેન નં. 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 25 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી રદ રહેશે, ટ્રેન નં 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 25 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી રદ રહેશે. ટ્રેન નં 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રદ રહેશે. આ ઉપરાંત ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ 25 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી અને ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ સ્પેશિયલ 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી રદ કરી દેવાઇ છે.