Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે હિમાચલના સુલહ તેમજ પાંવટા સાહિબમાં રેલી કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તર પર માતા-પુત્રની પાર્ટી છે અને હિમાચલમાં પણ માતા-પુત્રની પાર્ટી બનીને રહી ગઇ છે. તેઓ ત્યાં એ વાત પર મત માગી રહ્યા છે કે હિમાચલમાં એક વાર ભાજપ આવે છે તો બીજીવાર કોંગ્રેસ. ભાજપે અનેક રાજ્યોમાં આ રિવાજ બદલ્યો છે.


મણિપુર, યુપી, ઉત્તરાખંડ, આસામમાં બીજી વાર ભાજપની સરકાર બની છે. ગુજરાતમાં તો છ વાર ભાજપની સરકાર બની છે. હવે હિમાચલનો વારો છે. કોંગ્રેસ રાજ્યમાં 10 વાયદા લઇને ફરી રહી છે, પરંતુ તેઓને જ ખબર નથી કે ગેરંટી તેની હોય છે જેની વિશ્વસનીયતા હોય. જેમના શાસનમાં 12 લાખ કરોડ રૂપિયાના કૌભાંડ થયા, તેમના પર લોકો ભરોસો કેવી રીતે કરશે.