ઉપલેટાના વાડલા રોડ પરથી પોલીસે દરોડો પાડી એક શખ્સને દારૂની 288 બોટલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની મળતી વિગત મુજબ ઉપલેટાના વાડલા રોડ ઉપર એક દુકાનમાં દારૂનું વેચાણ થતું હોવાની બાતમી આધારે રાજકોટ જિલ્લા એલસીબી સ્ટાફે દરોડો પાડ્યો હતો.
જેમાં ઉપલેટા સ્મશાન રોડ ઉપર રહેતા જીકર ઉર્ફે જીપુડી જબાર લંબા ઉમર 37 વાળાની દુકાનમાં રેડ કરતા 750 ની એમ.એલ .ની 144 ઇંગ્લિશ દારૂ કિંમત રૂપિયા 58,600 તથા 400 ઍમ.ઍલ. ની 144 બોટલ ઇંગ્લિશ દારૂ કિંમત રૂપિયા 14.400 તથા મોબાઈલ કિંમત રૂપિયા 5000 કુલ મળીને રૂપિયા 77 હજારના મુદ્દામાલ સાથે એલ.સી.બી ના પોલીસ કોસ્ટેબલ શક્તિસિંહ વનરાજસિંહ જાડેજાએ આરોપીની ધરપકડ કરેલ હતી અને ઉપલેટા પોલીસને સોપેલ છે.