Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સેફહેવન તરીકે સોનાને પ્રાધાન્ય જળવાઇ રહ્યું છે. પછી ભલે તે તહેવાર અનુરૂપ, મેરેજ સિઝન માટે ખરીદી થઇ રહી હોય. વાર્ષિક ધોરણે છેલ્લા કેટલાક સમયથી સોનામાં સરેરાશ 5-10 ટકાથી વધુ રિટર્ન મળ્યું છે તેને ધ્યાનમાં લેતા આ સેગમેન્ટમાં ખરીદીનો ઉત્સાહ બમણો જોવા મળી રહ્યો છે. ધનતેરસ પહેલાં કિંમતી ધાતુની માંગમાં વર્ષ 40 ટકા વધારો વાર્ષિક ધોરણે થયો છે જેમાં કુલ માંગમાં સોનાનો હિસ્સો 70 ટકા રહ્યો હોવાનું જસ્ટડાયલનાં લેટેસ્ટ કન્ઝ્યુમર અહેવાલમાં દર્શાવાયું છે.

ટિયર-2 શહેરોમાં કિંમતી ધાતુની માંગમાં 44 ટકા વધારો થયો હતો જે મેટ્રો શહેરોમાં 34 ટકાનાં વધારાની સરખામણીમાં વધુ છે. ભાવ ગતવર્ષ કરતા વધ્યા હોવા છતાં કિંમતી ધાતુમાં સૌથી વધુ માંગ સોનાની હતી, જેમાં 34 ટકા વધારો થયો હતો, ચાંદીની માંગમાં 140 ટકા, પ્લેટિનમની માંગમાં 82 ટકા વધારો થયો હતો, જ્યારે હીરાની માંગ સ્થિર રહી હતી. ગયા વર્ષે ધનતેરસ દરમિયાન સોની માંગ ચાંદી કરતાં ત્રણ ગણી હતી, જ્યારે આ વર્ષે ચાર ગણી થઈ ગઈ છે. માંગમાં તીવ્ર વધારાથી દિવાળી પહેલાં દેશભરનાં રિટેલર્સમાં ચમક જોવા મળી છે.

જસ્ટડાયલના સીએમઓ પ્રસુન કુમારે જણાવ્યું કે ભાવ ઘટવાને પગલે સોનાની માંગમાં વધારો થયો છે. ટિયર-વન શહેરોમાં માંગ 28 ટકા અને ટિયર-ટુમાં 37 ટકા વધી છે. ટિયર-ટુ શહેરોમાં સોનાની માંગમાં નોંધપાત્ર ઉછાળાનું કારણ લોકોની ખર્ચપાત્ર આવકમાં વધારો અને વધતી જતી અપેક્ષા છે. ચાંદીની માંગમાં પણ 2.4 ગણો વધારો જોવા મળ્યો છે. અમને અપેક્ષા છે કે તહેવારોમાં માંગમાં વધારાથી રિટેલર્સને ફાયદો થશે.” ચાંદીમાં સૌથી વધુ 27 ટકા માંગ જ્વેલરીની હતી. ટિયર-વન શહેરોમાં સિલ્વર જ્વેલરીની સૌથી વધુ માંગ હૈદરાબાદમાં હતી એ પછી બેંગલુરુ અને દિલ્હીનો ક્રમ આવે છે. દિલ્હીમાં સિલ્વર કોઇન લોકપ્રિય રહ્યા હતા, જેનો કુલ માંગમાં 50 ટકા હિસ્સો હતો. ચાંદીનુ સુશોભનની ચીજોમાં બેંગલુરુ મોખરે હતું. એ પછી મુંબઇ અને દિલ્હીનો ક્રમ આવે છે.