સોશિયલ મીડિયા પર ઈરાનના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં પોલીસ મહિલાઓના વાળ ખેંચીને તેમની ધરપકડ કરતી નજરે પડી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ તે વિદ્યાર્થિનીઓની માતા છે, જે હાલમાં હોસ્પિટલમાં દાખલ છે.
ડિસેમ્બર 2022થી શાળાની વિદ્યાર્થિનીઓના બીમાર થયાના સમાચાર મળી રહ્યા છે. રહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થિનીઓના અભ્યાસ કરતા અટકાવવા માટે જેર આપવામાં આવ્યું છે. શાળામાં પાણીમાં ઝેર ભેળવવામાં આવી રહ્યું છે. આ ઝેરી પાણી પીવાથી શાળાની અનેક વિદ્યાર્થિનીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને તેમને સારવાર માટે દોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
વિરોધ કરી રહેલા વાલીઓની માંગ છે કે સરકાર આ મામલે કાર્યવાહી કરે. ડિસેમ્બર 2022માં બીમાર પડેલી વિદ્યાર્થિનીઓ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ 3 મહિના પછી પણ આ કેસમાં કોઈ પકડાયું નથી. તેમજ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે નારાજ વાલીઓએ વિરોધ શરૂ કર્યો છે. જ્યારે, પોલીસે તેમની જ ધરપકડ કરી રહી છે.