Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 15 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ 19 જાન્યુઆરી, રવિવારે બંધ થઇ ગયું છે. ઇઝરાયલે યુદ્ધવિરામના પ્રથમ દિવસે 90 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા છે. બદલામાં, હમાસે ત્રણ ઇઝરાયલી મહિલા બંધકોને પણ મુક્ત કર્યા છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર હમાસે 471 દિવસ બાદ ત્રણ ઈઝરાયલી મહિલા બંધકોને મુક્ત કરી છે. ત્રણેય રેડક્રોસ સંસ્થાની મદદથી ઈઝરાયલ પહોંચ્યા છે.


બીજી તરફ ઈઝરાયલ પણ 90 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇઝરાયલે તેમની યાદી એસોસિએટેડ પ્રેસને સોંપી દીધી છે. દરેક 1 ઇઝરાયલ બંધક માટે 30 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે.

હમાસ દ્વારા મુક્ત કરાયેલા બંધકોના નામ રોમી ગોનેન, એમિલી ડામારી અને ડોરોન સ્ટેનબ્રેચર છે. આ પહેલા શનિવારે ઇઝરાયલની કેબિનેટે હમાસ સાથેના યુદ્ધવિરામ કરારને મંજૂરી આપી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનનું કહેવું છે કે ઈરાન અને હમાસ પર અમેરિકા અને ઈઝરાયલના દબાણને કારણે આ યુદ્ધવિરામ શક્ય બન્યું છે. હવે આગામી શનિવારે 4 ઈઝરાયલી મહિલા બંધકોને મુક્ત કરવામાં આવશે.