થેલેસીમિયા મેજરના દર્દીની સારવાર ખૂબ કઠીન, મોંઘી અને કયારેક નિરાશાજનક હોય છે. વારંવાર લોહીની બોટલ ચઢાવીને હીમોગ્લોબિનનું પ્રમાણ નોર્મલ રાખવાની કોશિશ કરવાથી આયુષ્ય લંબાય છે અને બાળકનો વિકાસ તથા વૃદ્ધિ પણ નોર્મલ થવા માંડે છે. પરંતુ લોહીમાં આયર્નનું પ્રમાણ સમતોલ રાખતી દવા ની શોધને કારણે ભુજનો 14 વર્ષીય પેલે સ ને છેલ્લા અઢી વર્ષથી લોહીની બોટલ ચડાવવાની જરૂર નથી પડી.
થેલેસીમિયાના દર્દીને વાંરવાર લોહી ચઢાવવું પડે છે જેને કારણે શરીરમાં લોહતતત્વનું પ્રમાણ ભયજનક પ્રમાણમાં વધી જાય છે. આ વધારાના લોહતતત્વને દૂર કરવા માટે આખી રાત દર્દીને પમ્પ વડે ઇન્જેકશન આપવા પડે છે. આવા ઇન્જેકશનને બદલે નામની મોં વાટે લઇ શકાય એવી દવા શોધાઇ છે.
થેલિડોમાઇડ અને હાઇડ્રોક્સિયાને કારણે લોહીમાં આયર્ન સમતોલ રહે છે. આ અંગે અંશના પિતા સચિન ઠક્કર જણાવે છે કે 2008માં જ્યારે અંશને થેલેસેમિયા છે તે ખબર પડી ત્યારથી 12 વર્ષનો થયો ત્યાં સુધી દર 15 કે 20 દિવસે લોહી ચડાવવું પડતું હતું. રોગપ્રતિકારક શક્તિનો અભાવ અને આયર્ન વધી જતા સતત ચિંતા રહેતી હતી. પરંતુ અઢી વર્ષ અગાઉ રાજકોટના ડો. નિશાંત દ્વારા મોંથી લઈ શકાય તેવી ગોળીનું કોમ્બિનેશન શરૂ કરતાં છેલ્લા અઢી વર્ષથી એક પણ લોહીની બોટલ ચડાવવી પડી નથી.