સુપરફૂડ એ માનવશરીર માટે ઘણો જ ફાયદાકારક છે. જેને લઈ દુનિયા હવે ફૂડ નહીં પણ સુપરફૂડ ખાઈ રહી છે. જેના માટે ક્યાંક બંદૂકની અણી પર ખેતી થઈ રહી છે તો કયાંક માસૂમ બાળકોનું જીવન જોખમમાં મુકાય રહ્યું છે. તો બીજી તરફ ભારતમાં આ સુપરફૂડની ભરમાર છે. સુપરફૂડ એટલે કે એવી ફૂડ આઈટમ જેમાં ન્યુટ્રિશયન વધુ માત્રામાં હોય છે. જોકે, સુપરફૂડ શબ્દ કોઈ ન્યુટ્રિશનિશન કે ડાયેટિશિયનની દેન નથી. પરંતુ તે પ્રથમ વર્લ્ડવોર દરમિયાન અપનાવવામાં આવેલી માર્કેટિંગ સ્ટ્રેટજીનું પરિણામ છે. જેનો સૌથી વધુ વપરાશ અમેરિકામાં થાય છે. જેના કારણે અન્ય દેશના લોકોના જીવ જોખમમાં છે.
સુપરફૂડના લીધે ખેડૂતોના જીવ જોખમમાં
બ્રાઝિલના એમેઝોન રેઇન ફોરેસ્ટમાંથી વિશ્વને સૌથી વધુ અકાઈ બેરીઝ મળે છે. અકાઈ બેરીમાં રહેલા હાઈ કેલેરી કન્ટેન્ટ અને એન્ટી ઓક્સિડન્ટ તેને ખાસ બનાવે છે. આ જ કારણ છે કે, 2011 થી 2020 વચ્ચે અમેરિકામાં તેનો ઉપયોગ 14 હજાર ટકા વધ્યો. પરંતુ આ બેરીઝથી મળતો લાભ ખેડૂતો સુધી નથી પહોંચતો. 2013ની એક રિપોર્ટ મુજબ, આ બેરીઝની ખેતી કરતાં 75 ટકા લોકો અત્યંત ગરીબી રેખા નીચે જીવે છે. અને તેમનું શોષણ થાય છે.
સૌથી મોટી વાત એ છે કે, તેના વૃક્ષો એટલા નાજુક હોય છે કે વધુ વજન ધરાવતો વ્યક્તિ તેના પર ચઢતા વૃક્ષ તૂટી જાય છે. એવામાં અનેકવાર લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. એટલા માટે જ મોત જેવી ઘટનાઓથી બચવા અને વધુ નફો કમાવવાની લ્હાયમાં બાળકોને આ કામે લગાવી દેવામાં આવ્યા. જેના કારણે ઈન્ડસ્ટ્રી પર ચાઈલ્ડ લેબર એક્ટ હેઠળ આરોપ લાગ્યા છે.