Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરના ખોડિયારપરામાં રહેતા નામચીન ઇસમને પોલીસે દેશીબનાવટની પિસ્ટલ અને કાર્ટિસ સાથે ઝડપી લીધો હતો, જમીન કૌભાંડ આચરવા અને જમીન માલિકને દબાવવા ભુમાફિયાઓ સાથે ભાગીદારીમાં હથિયાર ખરીદ કર્યાની ઇસમે કબૂલાત આપતા પોલીસે જમીન માલિકનો સંપર્ક કર્યો હતો, જોકે જમીન માલિકે પોલીસ ફરિયાદ માટે દબાણ કરતી હોવાની પોલીસ વિરૂધ્ધ અરજી કરતાં આ મામલો ચર્ચાની એરણે ચડ્યો હતો.

છેતરપિંડી વિશ્વાસઘાત સહિત ત્રણેક ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલો ખોડિયારપરાનો હબીબ ઉર્ફે અબ્બાસ હાજી કુરેશી (ઉ.વ.37) ગેરકાયદે હથિયાર સાથે ભગવતીપરા પૂલ નીચે હોવાની માહિતી મળતાં ક્રાઇમબ્રાંચના પીએસઆઇ ગરચર સહિતની ટીમે હબીબ કુરેશીને દેશી બનાવટની પિસ્ટલ અને એક કાર્ટિસ સાથે ઝડપી લીધો હતો. હથિયાર અંગે પોલીસે પૂછપરછ કરતાં હબીબે સ્ફોટક કબૂલાત આપી હતી. મોરબી રોડ પર ગિરીરાજ પાર્ટી પ્લોટ નજીક અશોક સગપરિયાની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે ચેતન ગોંડલિયા સહિતનાઓએ કારસો રચ્યો હતો અને જમીન માલિક અશોકને દબાવીને તેની પાસેથી જમીનની પાવર ઓફ એટર્ની લખાવી લેવા માટે અને ધમકાવવા માટે ગેરકાયદે પિસ્ટલ ખરીદ કરી હતી.