માધવપુર ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલનું સમાપન થયું છે. કુલ 433 ખેલાડીઓએ ભાગ લીધો હતો.વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.b માધવપુરનો મેળો 2023માં આ વર્ષે પ્રથમ વખત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા તા. 31 માર્ચ થી 1 એપ્રિલ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં માધવપુર ચોપાટી બીચ ઉપર જુડો, ટેકવોન્ડો, 100 મી. દોડ, ફૂટબોલ, બીચ કબડ્ડી, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ, વુડબોલ નાળીયેર ફેંક એમ કુલ 9 રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કાયદા અને ન્યાય મંત્રી કિરણ રીજી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, માજી સરપંચ રામભાઈ કરગથીયા સહિતના મહાનુભાવોએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં ઉતર પૂર્વના રાજ્યોના 19 ખેલાડીઓ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના 108 ખેલાડીઓ તથા 306 સ્થાનિક ખેલાડીઓ મળીને કુલ 433 ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધેલ હતો.