ઇક્વિટી માર્કેટમાં નરમાઇના કારણે પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડમાં નિરસતા જોવા મળી છે. જોકે અનેક એસએમઇ કંપનીઓ વિસ્તરણના ભાગરૂપે આઇપીઓની યોજના બનાવી રહી છે. વર્ષ 2023ના પહેલા ત્રણ માસમાં મેઇનબોર્ડમાં માત્ર 4-5 આઇપીઓ જ આવ્યા અને તેમાં પણ બે જ પોઝિટીવ રહ્યાં છે જ્યારે 39-40 કંપનીઓએ એસએમઇ આઇપીઓ યોજ્યા છે અને તેમાંથી 24થી વધુ કંપનીઓએ પોઝિટીવ રિટર્ન આપી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ઇક્વિટી માર્કેટમાં સ્થિરતા જોવા મળતા મેઇનબોર્ડ તરફ પણ કંપનીઓનો ઉત્સાહ વધી રહ્યો છે. ચાલુ માસમાં એસએમઇ અને મેઇનબોર્ડમાં સરેરાશ 10-12 કંપનીઓ આઇપીઓ યોજી રહી છે.
એક્ઝિકોન ઈવેન્ટ્સ મીડિયા સોલ્યૂશન્સનો ઇશ્યુ 5 એપ્રિલે બંધ થશે: એક્ઝિકોન ઇવેન્ટ્સ મીડિયા સોલ્યુશન્સ 33,00,000 શેર્સ માટે તેનો આઈપીઓ યોજ્યો છે. ઇક્વિટી શેરમાંથી 3,30,000 શેર માર્કેટ મેકર ક્વોટા હેઠળ અનામત રાખવામાં આવશે. રૂ.10/-પ્રત્યેકની ફેસ વેલ્યુ ધરાવતા પ્રતિ ઇક્વિટી શેર ની પ્રાઇસ બેન્ડ રૂ.61.00-64.00 પ્રતિ ઇક્વિટી શેર છે. ઇશ્યુ 5મી એપ્રિલ3ના રોજ બંધ થશે. અને બીએસઈ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.