અમેરિકામાં ખ્રિસ્તી ધર્મ માનનારા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ધર્મ પ્રત્યે ઉદાસીના કારણે લોકોએ ચર્ચ જવાનું બંધ કર્યુ, જેથી પાછલાં 50 વર્ષમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યામાં 26% ઘટાડો થયો છે. 1970માં અમેરિકાના 90% લોકો ખ્રિસ્તી ધર્મ પર વિશ્વાસ કરતા હતા તે ત્યારે સંખ્યા ઘટીને હવે 69% થઈ ગઈ છે. લાઈફ વે રિસર્ચમાં સામે આવ્યું કે લોકોએ ચર્ચ જવાનું બંધ કર્યું, જેના કારણે અત્યાર સુધી અમેરિકાના 4500 ચર્ચમાં તાળાં લાગ્યાં છે.
હાલમાં જ પ્યૂ રિસર્ચમાં સામે આવ્યું કે 30 અને 39 વર્ષના એક તૃત્યાંશ અમેરિકન જે ક્રિશ્ચિયન ઘરોમાં ઉછર્યા હતા તેઓ પણ ધર્મ પ્રત્યે ઉદાસ થતાં જઈ રહ્યા છે. ફક્ત 20% યુવા જ ચર્ચમાં જઈ રહ્યા છે,પણ આ આંકડો ખૂબ ઓછો છે. આગામી વર્ષોમાં આ આંકડા હજુ વધવાની સંભાવના છે. રિસર્ચ અનુસાર 1990માં 30 અને 34 વર્ષની વચ્ચેના દસ ખ્રિસ્તી પરિવારમાં ઉછરેલા લોકોમાંથી ફક્ત એક પુખ્ત વયની વ્યક્તિ નાસ્તિક હોય છે, 2020ની વસતી ગણતરી અનુસાર અમેરિકામાં મેનલાઈન ક્રિશ્ચિયન જેવા કે, મેથડિસ, લુથરિયન અને એપિસ્કોપલિયનના જૂના ચર્ચોમાં સદસ્યતા ઝડપથી ઘટી રહી છે. આ દરમિયાન ધાર્મિક આસ્થા તેમજ ચર્ચમાં પ્રાર્થના કરતા લોકોની સંખ્યા ફક્ત 7% જ વધી છે.