Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકા, બ્રિટન સહિત અમીર દેશોમાં કોલેજ ડિગ્રીને લઇને પ્રશ્નો થવા લાગ્યા છે.આની પાછળ કેટલાંક કારણો છે. જે પૈકી મુખ્ય કારણ કોલેજની ફીમાં ઝડપી વધારો છે. મોંઘવારી ઝડપથી વધવાના કારણે ફીમાં વધારો થયો છે, આના કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જંગી લોન લેવાની ફરજ પડી રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલના સરવે મુજબ 18થી 34 વર્ષના 56 ટકા અમેરિકન લોકોનું માનવું છે કે ચાર વર્ષની ડિગ્રી તેમને અપેક્ષા મુજબ રોજગારી અને પગાર આપવામાં સહાયક નથી. આ ડિગ્રી હાંસલ કરવા માટે જેટલો સમય અને જેટલા પૈસા લાગે છે તેની સરખામણીમાં નોકરી મળી રહી નથી. બીજી બાજુ એક વાસ્તવિકતા એ પણ છે કે બ્રિટનમાં શ્વેત વિદ્યાર્થીઓની સરખામણીમાં દક્ષિણ એશિયન ડિગ્રીધારકો માટે રોજગારીની શક્યતા વધારે છે. કારણ કે, તેઓ બિઝનેસ જેવા અપડેટ વિષયમાં અભ્યાસ વધારે કરે છે.


બ્રિટનમાં વાર્ષિક નવ લાખ રૂપિયા ટ્યૂશન ફી, અમીર દેશોમાં સૌથી વધારે
બ્રિટનમાં 1990ના દશકાના અંત સુધી ટ્યૂશન ફી લાગતી ન હતી. હવે અહીં સરેરાશ 11 હજાર ડોલર (આશરે નવ લાખ રૂપિયા) ફી છે, જે અમીર દેશોમાં સૌથી વધારે છે. ન્યૂયોર્ક ફેડરલ રિઝર્વમાં જેસન અબેલના કહેવા મુજબ અમેરિકામાં સરેરાશ સ્તાનક ડિગ્રી વિદ્યાર્થી આઉટ ઓફ પોકેટ ચાર્જ 1970માં 2300 ડોલર હતો. જે 2018માં 8000 ડોલર થઇ ગયો છે.

કોલેજ-વેજ પ્રીમિયમમાં ફરીવાર ઘટાડો થયો
1980ના દશકામાં દુનિયામાં કોલેજ ડિગ્રી લેનારની આવકમાં ઉછાળો શરૂ થયો હતો. એ વખતે આને કોલેજ-વેજ પ્રીમિયમ નામ અપાયું હતું. એ દોરમાં હાઇસ્કૂલ પાસ કરનાર કરતાં સરેરાશ 35 ટકા વધારે વેતનની ચુકવણી થઇ રહી હતી. હવે કેટલાક દેશોમાં વેતન પ્રીમિયમમાં ઘટાડાની શરૂઆત થઇ છે.