દેશમાં ચાલુ નાણાકીય વર્ષે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 21% વધી રૂ.4.62 લાખ કરોડ નોંધાયું છે. એડવાન્સ ટેક્સ કલેક્શનમાં વૃદ્ધિને કારણે તેમાં વધારો નોંધાયો છે. એડવાન્સ ટેક્સના પહેલા ઇન્સ્ટોલમેન્ટ અનુસાર કલેક્શન 27.34% વધી રૂ.1.48 લાખ કરોડ રહ્યું છે. જેમાં રૂ.1.14 લાખ કરોડના કોર્પોરેશન ટેક્સનો સમાવેશ થાય છે.
રૂ.4,62,664 કરોડના નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં રૂ.1,80,949 કરોડના CIT અને રૂ.2,81,013 કરોડના PIT (સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ) સામેલ છે તેવું સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ 2024-25માં 17 જૂન સુધીમાં રૂ.53,222 કરોડનું રિફંડ પણ ઇસ્યૂ કરવામાં આવ્યું છે, જે ગત વર્ષ દરમિયાન ઇસ્યૂ કરવામાં આવેલા રિફંડ કરતાં 34% વધુ હતું. એપ્રિલ-જૂન દરમિયાન, ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ.5.16 લાખ કરોડ હતું.