ઇઝરાયલના સંરક્ષણમંત્રી યોવ ગેલેન્ટે તેલ અવીવમાં સંરક્ષણ સમિતિની બેઠકમાં ગાઝાપટ્ટીમાં ઇઝરાયલનો વૉર પ્લાન જણાવ્યો. તેમણે કહ્યું- અમે પહેલા હમાસની સૈન્ય ક્ષમતા અને સરકાર ચલાવવાની ક્ષમતાને નષ્ટ કરીશું. બીજા શબ્દોમાં કહીએ તો અમે હમાસને જડમૂળથી ઉખેડી નાખીશું. આ પછી ગાઝામાં નવી સુરક્ષા વ્યવસ્થા બનાવીશું.
સંરક્ષણમંત્રી યોવ ગેલેન્ટે કહ્યું- યુદ્ધ 3 તબક્કામાં થશે. અમે પ્રથમ તબક્કામાં છીએ. આમાં અમે હમાસના અડ્ડાઓને હવાઈહુમલા દ્વારા નષ્ટ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં જમીન પર હુમલો કરીશું. તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સંપૂર્ણપણે નાશ કરીશું. બીજા તબક્કામાં સૈનિકો નાનાં ઓપરેશન ચાલુ રાખશે અને હમાસના ગુપ્ત એજન્ટોને ખતમ કરશે. આ પછી ત્રીજા તબક્કામાં ગાઝામાં નવી સુરક્ષા વ્યવસ્થા બનાવાસે. આમાં ઈઝરાયલની કોઈ ભૂમિકા રહેશે નહીં.
14 દિવસ સુધી ચાલેલા ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈઝરાયલી સેનાએ ગાઝાના સૌથી જૂના ગ્રીક ઓર્થોડોક્સ સેન્ટ પોર્ફિરિયસ ચર્ચ પર હુમલો કર્યો છે. આમાં અત્યારસુધીમાં લગભગ 8 લોકો ઘાયલ થયા છે.
કાટમાળ નીચે હજુ પણ ઘણા મૃતદેહો ફસાયેલા છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. ગાઝાનું આ ચર્ચ લગભગ 900 વર્ષ જૂનું હતું. એ 1150ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું. યુદ્ધ દરમિયાન ઘણા મુસ્લિમો અને ખ્રિસ્તીઓએ આ ચર્ચની અંદર આશરો લીધો હતો.