Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

‘રસોડામાં આવતા જ હું ઉત્સાહિત થઈ જતો. રસોડાનું સંચાલન કરું ત્યારે લાગે કે મારા જીવન પર મારું નિયંત્રણ છે.’ આ વાત ભારતીય ભોજનને અમેરિકનોમાં લોકપ્રિય કરનારા જાણીતા શેફ અને ફૂડ રાઈટર રાઘવન ઐયરે એક ઈન્ટરવ્યૂમાં કહી હતી. કેન્સરના કારણે 61 વર્ષની વયે તેમનું નિધન થયું. મુંબઈમાં જન્મેલા ઐયર 21 વર્ષની ઉંમરે અમેરિકા ગયા हહતા. ખાણીપીણીને લગતાં સાત પુસ્તક પણ લખ્યાં. જાણો તેમના આ અનોખા અને પ્રેરક જીવન વિશે...


કિમોથેરપીના સેશન વચ્ચે પણ ‘કરી’ વિશે પુસ્તક લખ્યું હતું
કેમિસ્ટ્રીમાં સ્નાતક થયા પછી રાઘવન ઐયર અવઢવમાં હતા. પછી મુંબઈસ્થિત અમેરિકન વાણિજ્ય દૂતાવાસમાં તેમણે વિવિધ કોર્સની માહિતી લીધી અને મિનેસોટામાં હોસ્પિટાલિટી મેનેજમેન્ટ પર પસંદગી ઉતારી. 1982માં અમેરિકા પહોંચ્યા, ત્યારે ત્યાં દક્ષિણ ભારતીય ભોજન જેવું કંઈ ન હતું. પછી એક દુકાનમાંથી કરી પાઉડર લઈ આવ્યા અને બટાકાનું શાક બનાવ્યું, જે એટલું ખરાબ બન્યું કે તે રડી પડ્યા. જોકે, છ ભાષાના જાણકાર ઐયરે હાર ના માની. ભારતમાં માતા અને બહેનને આવી અનેક રેસિપી વિશે પૂછપરછ કરી. નવા મિત્રો પાસેથી ભોજન બનાવવાનાં સૂચનો લીધાં. પછી તો ભોજન બનાવવું તેમના માટે પ્રયોગ બની ગયું. તેમનું પહેલું પુસ્તક ‘બેટ્ટી ક્રોકર્સ ઈન્ડિયન હોમ કુકિંગ’ 2001માં આવ્યું હતું. છેલ્લું પુસ્તક ‘ઓન ધ કરી ટ્રેલઃ ચેન્જિંગ ધ ફ્લેવર ધેટ સિડ્યુસ્ડ ધ વર્લ્ડ’ તો તેમણે કિમોથેરપી લેતી વખતે લખ્યું હતું. તેમણે તેને ‘એ લવલેટર ટુ ધ કરી વર્લ્ડ’ ગણાવ્યું હતું. તેઓ એક સફળ શેફ અને લેખક હતા.