ગુરુવારે શેરબજાર ફરી એકવાર ક્રેશ થયું,ઈરાન-ઈઝરાયલ યુદ્ધની વણસતી સ્થિતિ વચ્ચે શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે.વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલી અને સેબી દ્વારા એફએન્ડઓના નિયમોને આકરા કરવાની જાહેરાતની અસર પણ સેન્સેક્સ અને નિફ્ટી પર જોવા મળી છે. ગઈકાલની રજા બાદ આજે માર્કેટમાં મોટો કડાકો નોંધાતા મૂડીમાં રૂ.9.74 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે.
સેન્સેક્સ 1769 પોઈન્ટના ઘટાળા સાથે 82497 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 493 પોઈન્ટના ઘટાળા સાથે 25475 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 996 પોઈન્ટના ઘટાળા સાથે 52384 પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ,નિફટી બેઝડ શેરોમાં વેચવાલીને કારણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ મળીને માર્કેટ કેપિટલાઈઝેશન ઘટાળો થયો હતો.
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધેલા તણાવને કારણે માર્કેટમાં આટલો મોટો ઘટાડો આવ્યો છે.આ સિવાય ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને ચાઈના ફેક્ટરે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.સાર્વત્રિક વેચવાલીના માહોલ સાથે મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 2% સુધીનું ગાબડું નોંધાયુ હતું. મેટલ સિવાય તમામ કોર સેક્ટર ઈન્ડાઈસિસ 1 થી 2.5% સુધી તૂટ્યા હતા. રિયાલ્ટી ઈન્ડેક્સ સૌથી વધુ 4.62% કડાકા સાથે ટોપ લૂઝર રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ 10% થી વધુ તૂટ્યો હતો.