Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગયા સપ્તાહે ઓનલાઈન લીક થયેલા અમેરિકન સંરક્ષણ વિભાગ પેન્ટાગોનના ગુપ્ત દસ્તાવેજોએ રશિયાની પોલ ખોલી નાંખી છે. દસ્તાવેજો પ્રમાણે યુક્રેન સાથેના યુદ્ધના કારણે રશિયા પાસે દારૂગોળો, મિસાઈલોનો જથ્થો પૂરો થવાના આરે છે, પરંતુ ચિંતાની વાત એ છે કે યુક્રેન પાસે પણ બચવા માટે માંડ 22 દિવસનો જથ્થો બચ્યો છે.


આ દસ્તાવેજો થકી જાણ થઈ છે કે કેવી રીતે ગયા વર્ષે ફેબ્રુઆરીના અંતમાં રશિયાના હુમલા શરૂ થયા અને આજે યુક્રેનના હાલ બેહાલ છે. રશિયન બોમ્બ વરસાવતા વિમાનો સામે યુક્રેનનું કવચ ગણાતા સોવિયેત યુગના એસ-300 અને એર ડિફેન્સ સિસ્ટમ મિસાઈલનો જથ્થો ત્રીજી મે અને મધ્ય એપ્રિલ સુધી પૂરો થઈ શકે છે. યુક્રેનની સમગ્ર સુરક્ષા પ્રણાલીમં 89% હિસ્સો તેનો જ છે.

એ પણ જાળવા મળ્યું કે રશિયા સામે ટક્કર લેવા યુક્રેનની એર ડિફેન્સ ક્ષમતા 23 મે સુધી પૂરી થશે. જો એવું થશે તો રશિયા તેના ખતરનાક બોમ્બ વરસાવતા વિમાનોથી યુક્રેનના તોપખાનાને નિશાન બનાવશે, જેના કારણે યુદ્ધનું પરિણામ રશિયાની તરફેણમાં આવી શકે છે.