Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈરાકના ઉત્તરી શહેર મોસુલની અલ-નૌરી મસ્જિદમાંથી પાંચ મોટા બોમ્બ મળી આવ્યા છે. આતંકવાદી સંગઠન ISIL (ISISની શાખા)એ આ બોમ્બને દિવાલમાં દાટી દીધા હતા. અલ જઝીરા અનુસાર આ બોમ્બનું વજન 1.5 કિલોગ્રામ છે. તેમાંથી એકને દિવાલ પરથી હટાવી લેવામાં આવ્યો છે, જ્યારે બાકીના બોમ્બને દૂર કરવાના પ્રયાસો ચાલુ છે.


યુનેસ્કો, જે 2017માં નષ્ટ થઈ ગયેલી મસ્જિદના પુનઃનિર્માણમાં રોકાયેલ હતું, તેમણે કહ્યું કે બોમ્બ પાછળથી બનેલી દિવાલમાં મૂકવામાં આવ્યા હતા. આ માહિતી મળતા જ ઈરાકી અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જે બાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. બોમ્બ હટાવવામાં આવે ત્યાં સુધી તમામ લોકોને મસ્જિદ પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

હકીકતમાં જુલાઈ 2014માં ઈસ્લામિક સ્ટેટ ચીફ અબુ બકર અલ-બગદાદીએ અલ-નુરી મસ્જિદ પર કબજો કર્યો હતો. આ પછી આતંકી સંગઠને ઈરાક અને સીરિયાના મોટા ભાગ પર કબજો જમાવી લીધો. અનુમાન છે કે તે જ સમય દરમિયાન, ISIL (ISIS ની શાખા) એ મસ્જિદમાં બોમ્બ પ્લાન્ટ કર્યા હોઈ શકે છે, જેને પાછળથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

2017માં ઈરાકે અમેરિકા સાથે મળીને આઈએસઆઈએલને ખતમ કરવા અભિયાન શરૂ કર્યું હતું. આ યુદ્ધ દરમિયાન, અલ-નૂરી મસ્જિદનો નાશ કરવામાં આવ્યો હતો. 2020માં ISILના ખાત્મા બાદ ઈરાકી સેનાએ દેશભરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, આ બોમ્બ ત્યારે મળ્યા ન હતા કારણ કે તે દિવાલમાં દાટેલા હતા.

Recommended